સંસદનું શિયાળુ સત્ર: ગૃહમાં ભલે ધમાલ કરે પણ બહાર સબ સલામત!
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. અઢળક વિવાદો, હોબાળા વચ્ચે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. આ વખતે વિપક્ષ ગૃહમાં ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેના કારણે લોકસભા અને રાજ્યસભાના ભારે હોબાળો મચી જાય છે અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. અંદર ભલે વિરોધ, આરોપોનો માહોલ હોય પણ ગૃહની બહારનું વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું છે. ચાલો તસવીરોમાં જોઈએ સંસદની અંદરના તપી જનારા નેતાઓની ગૃહ બહારની દુનિયા.
આ પણ વાંચો : બેંગલુરુના એન્જિનિયર આત્મહત્યા કેસઃ કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
AIMIM સાંસદ ઓવૈસીનો અલગ અંદાજ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી તેમની પાર્ટીના એકમાત્ર સાંસદ છે, પરંતુ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમનો અવાજ આખા ગૃહ અને દેશમાં ગુંજે છે. ઓવૈસીએ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી જીત મેળવી છે. અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ પણ જોવા મળ્યા હતા, પપ્પુ યાદવ તેને મળેલી ધમકીઓના લીધે ચર્ચામાં છે.
પ્રિયંકા ચતુર્વેદીના હાથમાં ગુલાબ
શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ સંસદની બહાર હાથમાં ગુલાબ લઈને જોવા મળ્યા હતા. હકીકતે ઇન્ડી ગઠબંધનના ઘટક પક્ષોના સાંસદોએ બુધવારે સંસદ સંકુલમાં અદાણી સાથે જોડાયેલા મુદ્દા પર અનોખી રીતે વિરોધ કર્યો અને સત્તાધારી પક્ષના સભ્યોને ત્રિરંગો અને ગુલાબની ભેટ આપી હતી. આ તસવીરમાં વિપક્ષ સાંસદ કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને તિરંગો અને ગુલાબનું ફૂલ આપતા જોવા મળી કરી રહ્યાં છે.
શા માટે ડિમ્પલ યાદવ પેટ ભરીને હસ્યાં?
સંસદના પટાંગણમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ ખૂલીને હસી રહ્યા હોય તેવી તસવીરો સામે આવી છે. જેનું કારણ છે સાંસદ ડિમ્પલ યાદવ ભૂલથી અન્ય સાંસદની કારમાં બેસી ગયા, ત્યારબાદ તેણે જાણ થતા ભોંઠા પડ્યા હતા અને તે પેટભરીને હસ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ડિમ્પલ યાદવે 2024ની લોકસભા ચૂંટણીમાં મૈનપુરી સીટ પરથી ભાજપના જયવીર સિંહને હરાવીને જીત મેળવી હતી.