ટોપ ન્યૂઝનેશનલ

પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત: સ્પેશ્યલ ટ્રેનોમાં 12,000 જનરલ કોચ લગાવાશે…

નવી દિલ્હી: ભારતીય રેલવે દેશના કરોડો લોકોનું મુસાફરીનું સાધન છે. પરંતુ રેલવેમાં ટિકિટની એક મોટી સમસ્યા છે. ઘણી વખત ટિકિટ મળે છે, પરંતુ ઘણા લોકોને સીટના ​​અભાવે ટિકિટ નથી મળતી. જો કે રેલવેમાં મુસાફરી કરનારા કરોડો લોકો માટે સારા સમાચાર છે. સંસદના શિયાળુ સત્રમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ અંગે એક મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો : નવા વર્ષથી શરુ થશે એક રાષ્ટ્ર એક સભ્ય યોજનાઃ 1.80 કરોડ લોકોને મળશે લાભ…

12000 જનરલ કોચ લગાવવાનો નિર્ણય

સંસદમાં રેલવેએ એક મોટી જાહેરાત કરી છે. રેલવેએ વિશેષ ટ્રેનોમાં 12000 જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં જાહેરાત કરતા કહ્યું, “ભારતીય રેલ્વેનું સંપૂર્ણ ધ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર છે. ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષમાં લગભગ 12,000 જનરલ કોચ બનાવવાનો નિર્ણય લીધો છે.”

મહાકુંભ માટે 13 હજાર ટ્રેનોની વ્યવસ્થા

રેલવે મંત્રીએ કહ્યું કે મહાકુંભ માટે 13 હજાર ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, “એક નવી ટ્રેન વિકસાવવામાં આવી છે, અમૃત ભારત ટ્રેન, તેમાં વંદે ભારત ટ્રેન જેવી જ ટેક્નોલોજી છે. બંને ટ્રેનો લગભગ 10 મહિનાથી ચાલી ચૂકી છે અને તે અનુભવના આધારે વધુ 50 ટ્રેનો માટે પ્રોડક્શન પ્લાન લેવામાં આવ્યો છે.”

આ પણ વાંચો : ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ

વેઇટિંગ લિસ્ટ ટિકિટ કેન્સલેશન પર આપ્યો જવાબ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિક્ષા યાદીની ટિકિટો પર કેન્સલેશન ચાર્જ અંગેના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “રેલ્વે પેસેન્જર્સ (ટિકિટ કેન્સલેશન અને રિફંડ ઓફ ફેર) નિયમો, 2015 મુજબ IRCT વેબસાઈટ મારફતે રદ કરવામાં આવેલી તમામ વેઇટલિસ્ટ ટિકિટો રદ કરવા માટે ક્લર્કેજ ફી વસૂલવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા ચૌધરીએ ટ્રેનોમાં ઓછી સીટોને કારણે રેલ્વે દ્વારા રદ કરાયેલ વેઇટલિસ્ટ ટિકિટો પર કેન્સલેશન ચાર્જ લાદવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button