બુમરાહની બોલિંગમાં થોડા વધુ ફટકા તો મારવા જ છેઃ ઓપનર મૅક્સ્વીની…
બ્રિસ્બેનઃ વિશ્વના નંબર-વન ટેસ્ટ-બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ચારમાંથી ત્રણ ઇનિંગ્સમાં નવા ઓપનર નૅથન મૅક્સ્વીનીને આઉટ કર્યો છે એમ છતાં આ યુવા બૅટરને ખાતરી છે કે બ્રિસ્બેનના ગૅબામાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં તે બુમરાહની બોલિંગમાં થોડા ફટકા તો મારશે જ.
પર્થની પ્રથમ ટેસ્ટમાં બુમરાહે તેને તેના 10 અને ઝીરોના સ્કોર પર આઉટ કર્યો હતો, પરંતુ ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં તેણે 39 અને અણનમ 10 રન બનાવ્યા હતા.
મૅક્સ્વીની કહે છે કે કરીઅરની શરૂઆતમાં જ જસપ્રીત બુમરાહ જેવા અવ્વલ દરજ્જાના બોલરનો સામનો કરવો એનાથી વધુ કઠિન બીજું કંઈ ન કહેવાય. જોકે ઍડિલેઇડની ટેસ્ટમાં તેની સામે રમતી વખતે મારામાં થોડો આત્મવિશ્વાસ આવ્યો અને મને લાગે છે કે બ્રિસ્બેનની ટેસ્ટમાં હું તેને થોડા પંચ તો લગાવી જ શકીશ (તેની બોલિંગમાં થોડા ફટકા તો મારી જ શકીશ).
આ પણ વાંચો : બ્રૂકને માત્ર એક પૉઇન્ટે બનાવી દીધો નવો નંબર-વન, બુમરાહ અને જાડેજા હજીયે અવ્વલ…
મૅક્સ્વીનીએ એક ક્રિકેટ-વેબસાઇટને એવું પણ કહ્યું હતું કેબુમરાહ સામે હું જેમ-જેમ રમતો જઈશ એમ-એમ તેની બોલિંગમાં સારું રમી શકીશ.’
બુમરાહે પર્થની પ્રથમ ટેસ્ટમાં કુલ આઠ વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટમાં તેણે ચાર વિકેટ લીધી હતી અને આ સિરીઝમાં તે ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર છે.
ડેવિડ વૉર્નર રિટાયર થઈ જતાં ઓપનિંગનું સ્થાન ખાલી પડ્યું જે મૅક્સ્વીનીને સોંપાયું છે. બુમરાહને પચીસ વર્ષનો આ યુવા ઓપનર અનોખા બોલર તરીકે ઓળખાવતાં કહે છે, `મેં ડોમેસ્ટિક કરીઅરમાં ઘણા બોલર્સનો સામનો કર્યો, પરંતુ તેમની તુલનામાં બુમરાહ સાવ અનોખો છે. તે ગે્રટ બોલર છે અને તેના જેવા વર્લ્ડ-ક્લાસ બોલર સામે રમવા માટે વ્યૂહ ઘડવામાં મને મજા આવી રહી છે.’