નેશનલ

રાજસ્થાનના CMના કાફલાને નડ્યો અકસ્માત; 5 પોલીસકર્મી ઘાયલ

જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માના (Bhajan Lal Sharma)કાફલાને અકસ્માત નડ્યો છે. તેઓ બુધવારે એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાનના કાફલાની કારને રોંગ સાઈડમાંથી આવતી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

5 પોલીસકર્મીને પહોંચી ઇજા
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતમાં 3 વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી બે સરકારી વાહનો છે, જ્યારે એક ખાનગી ટેક્સી છે. આ અકસ્માતમાં 5 પોલીસકર્મી બલવાન સિંહ, દેવેન્દ્ર સિંહ, ACP અમીર હસન, રાજેન્દ્ર, સુરેન્દ્ર અને 2 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ તેમનો આગામી કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.

રોંગ સાઇડથી આવી ટેક્સી….
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ટેક્સી રોંગ સાઇડથી આવી હતી અને તેણે મુખ્ય પ્રધાનના કાફલામાં જઈ રહેલા વાહનને ટક્કર મારી હતી. ત્યારબાદ તેણે વધુ ઝડપે બીજા વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. મુખ્ય પ્રધાન શર્મા પોતે કારમાંથી નીચે ઉતર્યા અને ઘાયલોની સંભાળ લીધી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ‘તો પહેલેથી જતા રહેતા હોય તો…’ સોનુ નિગમે રાજસ્થાનના મુખ્ય પ્રધાન સામે રોષ ઠાલવ્યો, જાણો શું છે ઘટના…

NRI સર્કલ પાસે અકસ્માત
આ અકસ્માત જયપુરના જગતપુરા વિસ્તારમાં NRI સર્કલ પાસે સર્જાયો હતો. સૌથી પહેલા ખાનગી ટેક્સી ટ્રાફિક ACP અમીર હસનની કાર સાથે અથડાઇ હતી. જેમાં ડ્રાઇવર અને એસીપીને ફ્રેક્ચર થયું હતું. ASI સુરેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ છે. ટ્રાફિક એએસઆઈ સુરેન્દ્ર સિંહને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમને વેન્ટિલેટર પર CPR આપવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button