આમચી મુંબઈ

ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેનો ફોટો વાયરલ

નાસિક: ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. તેથી હવે આ ફોટો અંગે તપાસ થવી જોઇએ તેવી માંગણી શિવસેના શિંદે જૂથ દ્વારા થઇ રહી છે. તો બીજી બાજુ ફોટોમાં દેખાઇ રહેલા દાદા ભૂસે જ લલિત પાટીલને માતોશ્રી પર લઇને આવ્યા હતાં એવો આક્ષેપ શિવસેના ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે
આ ફોટો પરથી આક્ષેપોનું રાજકારણ ગરમાયું છે.

લલિત પાટીલ ફરાર થયાના કેસમાં હવે રાજકીય નેતાઓએ આરોપ-પ્રત્યારોપ કરવાની શરુઆત કરી દીધી છે. લલિત પાટીલના ફરાર થવાના કેસમાં દાદા ભૂસેનો હાથ હોવાનો ચોંકાવનારો આક્ષેપ શિવસેના ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બાબતે પુરાવા આપો તેવી માંગણી જાતે દાદા ભૂસેએ કરી છે.

શિવસેના શિંદે જૂથના મહાનગર પ્રમુખ પ્રવીણ તિદમેએ આ ફોટોની તપાસ કરવાની માંગણી કરી છે. સુષમા અંધારેએ આ ફોટો જોવો અને અમારા પાલક પ્રધાન પર ખોટા આક્ષેપ ન કરવા જોઇએ. આવા આક્ષેપ કરવાનો સુષમા અંધારેને કોઇ અધિકાર નથી. આ ફોટોમાં દેખાઇ રહેલા પદાધિકારીઓની પહેલા પૂછપરછ કરો અને પછી દાદા ભૂસેનું નામ લો. પદાધિકારી અને બાકીના કાર્યકર્તાઓને લિલત પાટીલ સાથે શું સંબંધ છે તેની જાણકારી મેળવવા માટે અંધારેએ લેટર આપવો અને તેની તપાસ કરવી એમ પ્રવીણ તિદમેએ જણાવ્યું હતું.

હાલમાં શિંદે અને ઠાકરે જૂથ દ્વારા આ પોટો વાઇરલ કરવામાં આવી રહ્યાં છે. આ તમામ ફોટો ૨૦૧૮ના છે. તે વખતે લલિત પાટીલ શિવસેનામાં સામેલ થયો હતો. ત્યાર બાદ ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીની પ્રચાર રેલીમાં પણ તે દેખાયો હતો. આ ફોટોમાં નાસિકના સાંસદ હેમંત ગોડસે, પૂર્વ વિધાન સભ્ય બબનરાવ ઘોલપ, પૂર્વ વિધાન સભ્ય યોગેશ ઘોલપ દેખાઇ રહ્યાં છે. તો કેટલાંક ફોટોમાં ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં લલિત પાટીલનો પક્ષ પ્રવેશ કર્યો હોવાનું પણ દેખાઇ રહ્યું છે.

આ ફોટો સામે આવ્યા બાદ બંને જૂથના નેતાઓ હાથ ઝાટકતા દેખાઇ રહ્યાં છે. જો કોઇને પક્ષમાં સામેલ થવું હોય તો અમે એમને રોકી શકતા નથી. એમ બંને જૂથના નેતાઓનું કહેવું છે. આ ફોટોને કારણે હવે નાસિકનું રાજકારણ ગરમાયું છે. શિંદે અને ઠાકરે જૂથ આ મુદ્દે એકબીજા પર કિચડ ઉછાળી રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…