ઍરફોર્સના જવાને માથામાં ગોળી મારીને કરી આત્મહત્યા…
નાગપુર: ઍરફોર્સના 36 વર્ષના જવાને બુધવારે વહેલી સવારે ફરજ દરમિયાન માથામાં ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : પોલીસની નોકરી મળતા ઉજવણી શોકમાં ફેરવાઈ, ચાર મિત્રોના રોડ અકસ્માતમાં મૃત્યુ…
ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જવાનની ઓળખ જવીર સિંહ (36) તરીકે થઇ હતી, જે હરિયાણાના ભિવાનીનો વતની હતો અને તેણે પોતાના માથામાં ગોળી મારીને જીવનનો અંત આણ્યો હતો.
ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય જવાનો વાયુસેના નગરના મેઇન્ટેનન્સ કમાન્ડ સેન્ટરમાં દોડી આવ્યા હતા, જ્યાં જવીર સિંહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
જવીર સિંહને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.
આ પણ વાંચો : થાણેમાં પાણીની પાઇપલાઇન માંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું
જવીર સિંહના સાથીદારોએ પોલીસને જણાવ્યું હતું કે તે છેલ્લા બે દિવસથી તાણ હેઠળ હતો. જોકે તેણે કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ગિટ્ટીખદાન પોીલસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. (પીટીઆઇ)