“પાકિસ્તાનમાં જન્મ…. ભારતમાં બની ડૉક્ટર” જાણો CAAથી બદલાઈ એક યુવતીની જિંદગી
અમદાવાદ: ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારના ગરીહ મંત્રી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતે આવીને પાકિસ્તાનથી આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
વર્ષ 2017થી માર્ચ 2024 સુધીમાં કુલ 1167 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તાજેતરમાં, વધુ 55 પાકિસ્તાની નાગરિકોને CAA હેઠળ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અર્પણ કરીને આ આંકડો 1222 પર પહોંચી ગયો છે.
હિશા કુમારી ચર્ચાનું કેન્દ્ર
આ ઘટનાક્રમની વચ્ચે અમદાવાદમાં રહેતી હિશા કુમારી નંદલાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બનેલા. તેમને અમદાવાદમાં CAA હેઠળ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પરંતુ હિશા કુમારીની સફર ખૂબ રોમાંચક રહી છે. પાકિસ્તાનમાં જન્મેલ હિશા કુમારીએ ભારતમાં આવીને ડૉક્ટર બન્યા છે.
ભારતમાં બની ડૉક્ટર
હિશા કુમારીનો જન્મ વર્ષ 1998માં પાકિસ્તાનમાં થયો હતો. વર્ષ 2013માં તેઓ પરિવાર સાથે ભારત આવી હતી. ગુજરાતના અમદાવાદમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, હિશા રાજસ્થાનના અજમેરમાં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ 2022માં ડૉક્ટર બની છે. પાકિસ્તાનમાં જન્મેલી અને ભારતમાં અભ્યાસ કરીને ડોક્ટર બનેલી હિશા કુમારીએ તેમની સફળતા માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મારી ઓળખ મને પરત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર.” તેમણે કહ્યું હતું કે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ તે હવે ગમે ત્યાં અરજી કરી શકશે.
આ પણ વાંચો : કચ્છનું નલિયા @ 5 ડિગ્રીઃ સમગ્ર ગુજરાતમાં ઠંડી જામી…
નાગરિકતા મળતા ગર્વની લાગણી
મીડિયા સાથે વાત કરતાં હિશા કુમારીએ કહ્યું, ‘મારો જન્મ 1998માં પાકિસ્તાનમાં થયો હતો, 2013માં મારા પરિવાર સાથે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ અમદાવાદમાં ધોરણ 8નો મારો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ મે વર્ષ 2017માં રાજસ્થાનથી મેડિકલનો અભ્યાસ કર્યો. તેમણે કહ્યું હતું મારા એક સિવાય આખા પરિવાર પાસે ભારતીય નાગરિકતા હતી, પરંતુ જ્યારે મને નાગરિકતા મળી તે સમયે મને ખૂબ જ ગર્વની લાગણીની અનુભૂતિ થઈ હતી.