સ્પોર્ટસ

AUS vs IND: ગાબામાં ટીમ ઇન્ડિયા ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે? જાણો કેવી રહેશે પીચ

બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડીયમ (AUS vs IND Brisbane test match)માં રમાશે. હાલમાં પાંચ મેચની આ સિરીઝ 1-1થી બરાબર છે, ત્યારે આ મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની રહેશે. ગાબાની પિચના મિજાજ અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એવામાં પીચના ક્યુરેટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. એવી શક્યતા છે કે જો આ પીચ પર ફાસ્ટ AUS vs IND 3rd test at Gabba Brisbane pitch report યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરે તો ઝડપથી વિકેટ પડી શકે છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી ગાબા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5.50 કલાકે શરૂ થશે. ટોસ 5.20 કલાકે થશે.

https://twitter.com/CricketAus/status/1866715940383232007

પિચ ક્યુરેટરે કહી આ વાત:
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મેચ માટે ગાબાની પિચ અંગે પિચ ક્યુરેટરે સંકેત આપ્યા છે કે પીચમાં ખાસો બાઉન્સ જોવા મળશે. ગાબાની પિચના ક્યુરેટર ડેવિડ સેન્ડરસ્કીએ બુધવારે કહ્યું કે શરૂઆતના સેશનમાં પિચ બોલરો માટે મદદરૂપ થશે. જો કે તેણે એ પણ સ્વીકાર્યું કે આ પીચ થોડી અલગ હોઈ શકે છે.

ડેવિડ સેન્ડરસ્કીએ કહ્યું કે, સામાન્ય રીતે અમે દરેક વખતે એક જ રીતે પિચ તૈયાર કરીએ છીએ, જેથી સારી સ્પીડ અને બાઉન્સ મળે, જેના માટે ગાબા જાણીતું છે. તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ગાબામાં બે વર્ષ પહેલા બે દિવસમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, એ મેચ કરતા આ વખતે પિચ ઘણી અલગ હોઈ શકે છે.

એક દિવસમાં 15 વિકેટ:
ગયા મહિને આ પિચ પર, વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડની ટીમો વચ્ચે રમાયેલી ડોમેસ્ટીક પિંક બોલ મેચના પ્રથમ દિવસે લગભગ 15 વિકેટ પડી હતી. બાદમાં બેટ્સમેનોએ સારા રન બનાવ્યા હતા.

Also Read – IPLમાં ન ખરીદાયેલા ખેલાડીઓ પર પાકિસ્તાની લીગમાં જોવા મળશે!

સેન્ડરસ્કીએ કહ્યું- અમારો ઉદ્દેશ્ય એવી વિકેટ બનાવવાનો છે કે જ્યાં બેટ અને બોલ વચ્ચે સારું બેલેન્સ હોય.

ગાબાના ભારતીય ટીમ:
2021માં બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે હાર મળી હતી. આ મેચ પહેલા, ઓસ્ટ્રેલિયન ટીમ 1988 થી ગાબા મેદાન પર અપરાજિત હતી, અને આ વર્ષે આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઈન્ડિઝના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ સિરીઝ રેકોર્ડ:
કુલ ટેસ્ટ શ્રેણી: 13, ભારતની જીત: 2, ઓસ્ટ્રેલિયાની જીત: 8, ડ્રો: 3

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button