નેશનલ

PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની રૂ. 2,566 કરોડની સંપત્તિની થશે નિલામી

PNB ફ્રોડ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની 2565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. મેહુલ ચોકસીની પ્રોપર્ટી વેચીને આ કૌભાંડથી પ્રભાવિત લોકોને પૈસા પરત કરવામાં આવશે. ED લાંબા સમયથી કોર્ટમાં આ માટે પ્રયાસ કરી રહી હતી. મની લોન્ડરિંગની તપાસ દરમિયાન EDએ માહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત કરી હતી.

કોર્ટે આ નિર્ણય અસરગ્રસ્ત બેંકો અને EDની અરજી પર આપ્યો છે. અત્યાર સુધીમાં ગીતાંજલિ જેમ્સ લિમિટેડ સાથે જોડાયેલી ઘણી પ્રોપર્ટી વેચીને લોકોને 125 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. જેમાં મુંબઈમાં ફ્લેટ, બે ફેક્ટરીઓ અને વેરહાઉસનો સમાવેશ થાય છે. 2018માં પ્રકાશમાં આવેલા PNB કૌભાંડ કેસમાં ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદી મુખ્ય આરોપી છે.

આ પણ વાંચો : ઈકો-સ્પેશિયલ : નિયમન સંસ્થાઓએ વધુ સતર્ક, સક્રિય ને સરળ બનવું પડશે

ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની સામે ભારતની કોઈપણ અદાલત દ્વારા ગુના માટે વોરંટ જારી કરવામાં આવ્યું હોય અને જેણે “ફોજદારી કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દીધો હોય અથવા વિદેશમાં રહેતા હોય, ત્યારે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી શક્યતા હોવાથી દેશમાં પાછા ફરવાનો ઇનકાર કરે તો તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકાય છે. ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી PNBના કેટલાક કર્મચારીઓ સાથે મળીને રૂ. 13,400 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વોન્ટેડ છે. નીરવ મોદીને પહેલા જ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને તે 2019થી લંડનની જેલમાં છે. એવું માનવામાં આવે છે કે ચોક્સી એન્ટીગુઆ અને બરબુડામાં રહે છે અને ભારત ચોકસીના પ્રત્યાર્પણ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે, જેને ચોક્સીએ સ્થાનિક કોર્ટમાં પડકાર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button