યુપીના આ ગામમાં ‘અહેમદ પાંડે’ ‘નૌશાદ દુબે’ નામ સાંભળવા મળશે, જાણો મુસ્લિમો કેમ લગાવે છે બ્રાહ્મણોની અટક
લખનઉ: નૌશાદ દુબે, ગુફરાન ઠાકુર, અબ્દુલ્લા પાંડે…ના નામો વાંચીને નવાઈ લાગી ને! પરંતુ તમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના દેહરી ગામમાં (Dehri village of UP) જાઓ તો આવા નામ સામાન્ય રીતે સંભાળવા મળે. આ ગામમાં 60 થી 70 મુસ્લિમ પરિવારો વસે છે, જેઓ પોતાના નામની સાથે હિંદુ અટકનો લગાવે છે.
આ ગામમાં નૌશાદ અહેમદ ‘નૌશાદ અહેમદ દુબે’ના નામથી ઓળખાય છે. જ્યારે ગુફરાન ‘ઠાકુર ગુફરન’ તરીકે, ઇર્શાદ અહેમદ ‘ઇર્શાદ અહેમદ પાંડે’ અને અબ્દુલ્લા ‘અબ્દુલ્લા દુબે’ તરીકે ઓળખાય છે.
ગામવાસીઓ સ્વીકારે છે કે તેના પૂર્વજો હિન્દુ હતા. જો કે, સ્પષ્ટપણે કહે છે કે તેઓએ હિંદુ ધર્મ અપનાવ્યો નથી કે તેમનો ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઈરાદો પણ નથી. આ ગામના લોકો કહે છે કે હિંદુ અટકનો ઉપયોગ સાંપ્રદાયિક અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે.
શું કહે છે ગામવાસીઓ:
એક આખાબાર સાથે વાત કરતા ગામના રહેવાસી નૌશાદ અહેમદે કહતું કે, “ઘણા મુસ્લિમ પરિવારોએ દાયકાઓથી ચૌધરી, સોલંકી, ત્યાગી, પટેલ, રાણા, સિકરવાર જેવી અટકોનો ઉપયોગ કર્યો છે. કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો નથી. પરંતુ દુબે અને ઠાકુર જેવી અટકોના ઉપયોગ અંગે ચર્ચા થઇ રહી છે.”
નૌશાદે એ પણ જણાવ્યું કે તેમણે પોતાના નામમાં શેખ ઉમેર્યો નથી, પરંતુ તેના સંબંધીઓ આમ કરતા હતા. અમે એવું નથી કર્યું કારણ કે તે અરબી અટક છે, એ ભારતીય નથી.
નૌશાદે દરરોજ પાંચ વખત નમાઝ અદા કરે છે અને ઇસ્લામિક ધાર્મિક વિધિઓનું પાલન કરે છે. તે કહે છે, “હું ફરીથી ધર્મ પરિવર્તન કરવા માંગતો નથી. જોકે, હું કપાળ પર તિલક લગાવવાની વિરુદ્ધ પણ નથી.”
નૌશાદે જણાવ્યું કે બે વર્ષ પહેલા તેણે પોતાની જાતિ શોધવા માટે ઈતિહાસકાર અને વિશાલ ભારત સંસ્થાનના પ્રમુખ રાજીવ શ્રીવાસ્તવની મદદ લીધી હતી. શ્રીવાસ્તવે રેકોર્ડના આધારે તારણ કાઢ્યું હતું કે નૌશાદના પૂર્વજો બ્રાહ્મણ હતા અને તેમનું ગોત્ર ‘વત્સ’ હતું.
પંડિતજી તરીકે ઓળખાતા:
ગામના રહેવાસીએ જણાવ્યું, “મારા પરિવારના વરિષ્ઠ સભ્યો ગામમાં પંડિતજી તરીકે ઓળખાતા હતા. મારા પરદાદાએ મને કહ્યું હતું કે અમારા પૂર્વજ લાલ બહાદુર દુબેએ દેહરી આવીને એક જમીનદારી ખરીદી હતી. તેમણે પછીથી ઈસ્લામ સ્વીકાર્યો. હું હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું છે કે અમારા પૂર્વજ લાલ બહાદુરે શા માટે ધર્મ પરિવર્તન કર્યું.”
ગામના અન્ય એક રહેવાસી શેખ અબ્દુલ્લાએ દુબે અટક અપનાવી હતી. તેમને જાણવા મળ્યું કે તેમના પૂર્વજો હિંદુ હતા અને તેઓ પણ આ જ અટકનો ઉપયોગ કરતા હતાં. ગામના અન્ય રહેવાસી એહતાશામ અહેમદે જણાવ્યું હતું કે તેમના પૂર્વજો બ્રાહ્મણ હતા, જોકે તેમણે હજુ સુધી હિંદુ અટક અપનાવી નથી કારણ કે તેઓ હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના પૂર્વજો કઈ અટકનો ઉપયોગ કરતા હતા.