પ્રોગ્રામ બાબતે ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો, 7 લોકો સામે ફરિયાદ
ગાંધીનગર: ગુજરાતી સિંગર અને ભાજપના કાર્યકર વિજય સુવાળા (Vijay Suvala) પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિજય સુંવાળાની કાર પર પ્રોગ્રામને લઈને હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભાજપના કાર્યકર અને ગાયક વિજય સુંવાળા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરતાં પહેલા ફોન કરીને તું અમારા પ્રોગ્રામ નહિ કરતો હોવાની બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીઆપ્યા બાદ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે વિજય સુંવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આપણ વાંચો:ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
આ અંગે વિજય સુંવાળાએ 100 નંબર પર જાણ કરી પોલીસની મદદ માંગી હતી. આ હુમલા અંગે અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.