રાજ્યમાં મંગળવાર બન્યો ‘અમંગળ’, અકસ્માતની વિવિધ ઘટનામાં 5 લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં 5 લોકોના કરૂણ મોત થયા હતા.
સારંગપુર જતા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2નાં મોત
આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
Also read: શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ચાર ડોક્ટરનાં મોત…
પતિની નજર સામે જ પત્નીનું મોત
માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પુત્ર અને પતિની નજર સામે જ મહિલાનું મોત થયું હતું. ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. મહિલાના મોતને પરિવારે આક્રંદ કર્યું હતું. કેશોદથી સ્કુટર પર આવતા રવીભાઈ જોગી પોતાની પત્ની અને પુત્રને બેસાડી માંગરોળના શીલ ગામે જતા હતા તે દરમિયાન રુદલપુર ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા સ્કુટરની પાછળ બેઠેલા રવીભાઈના પત્ની કાજલબેન ટ્રકના ટાયરમાં આવી જતા કાજલ બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
વડોદરાના ડભોઈમાં અકસ્માત
વડોદરાના ડભોઈની તરસાણા ચોકડી પાસે અકસ્માતમાં આધેડનું મોત થયું હતું. બાઇક સવાર આધેડ નોકરી પર જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી તી. જેમાં તેમનં મોત થયું હતું. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબીમાં દંપત્તિની નજર સામે દીકરીએ તોડ્યો દમ
મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બાઈક ઉપર દંપતી તેની દીકરી સાથે પસાર થઈ રહ્યું હતું. દરમિયાન ટ્રકના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું. જેમાં બાળકી રસ્તા ઉપર નીચે પટકાતાં તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થઈ થતાં તેનું મોત નીપજ્યું હતું તેમજ દંપત્તિને ઈજા થઈ હતી. બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Also read: ગોંદિયા અકસ્માત બસ પૂરજોશમાં દોડી રહી હતી અને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો…
વડસરમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર સીધી ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેનથી કાર હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.