સ્પોર્ટસ

`ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ કહ્યું?

નવી દિલ્હીઃ ઍડિલેઇડની બીજી ટેસ્ટના મૅચ-વિનર ટ્રેવિસ હેડે પોતાની વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને ગાળ આપી અને એને સિરાજનો પિત્તો ગયો અને તેને આઉટ કર્યા પછી ઉગ્રપણે ઇશારો કરીને બે વખત પૅવિલિયનનો રસ્તો બતાવ્યો એ સાથે વિવાદ થયા બાદ ક્રિકેટજગતમાંથી ઘણાની પ્રતિક્રિયા આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે આ ગંભીર સ્થિતિ વચ્ચે થોડી હળવી ટિપ્પણી કરી છે. તેણે સિરાજને સલાહ આપી છે કે ટ્રેવિસ હેડ આઇપીએલ રમવા માટે ફરી તારા હૈદરાબાદમાં આવે ત્યારે તું તેની ધરપકડ' જ કરી લેજે. મોહમ્મદ સિરાજ હૈદરાબાદનો છે અને તેને તેલંગણામાં ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીએસપી)ની પદવી આપવામાં આવી છે.

https://twitter.com/i/status/1865608850961015148

ટ્રેવિસ હેડના પ્રથમ દાવના 140 રનને કારણે જ ભારતીય ટીમ ઍડિલેઇડની બીજી ટેસ્ટ ફક્ત સવાબે દિવસમાં હારી ગઈ હતી. ટ્રેવિસ હેડે સિરાજના એક બૉલમાં સિક્સર ફટકારી અને પછીના બૉલમાં સિરાજે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો અને આક્રમક મિજાજમાં તેની વિકેટ સેલિબ્રેટ કરી હતી. સિરાજની ટ્રેવિસ હેડ સાથેની ચકમકના અનુસંધાનમાં હરભજન સિંહે ચૅનલ પરની વાતચીતમાં મજાકમાં સિરાજને સલાહમાં કહ્યું,ડીએસપી સાબ, જબ યે દુબારા હૈદરાબાદ આયે ના, તો ઉસ કો ઝરા ગિરફ્તાર કર લેના.’

આ પણ વાંચો…અબુધાબી ટી-10 ટીમના કોચ પર આઇસીસીનો છ વર્ષનો પ્રતિબંધ

હરભજન સિંહ ત્યાર બાદ બોલ્યો, `એ તો હું મજાક કરી રહ્યો હતો. તને મારી શુભેચ્છા છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button