આસારામને હાઈકોર્ટની મોટી રાહત; 17 દિવસની પેરોલ મંજૂર…
જયપુરઃ યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ બાપુને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટ તરફથી ફરી એકવાર 17 દિવસ માટે પેરોલની મંજૂરી મળી ગઈ છે. જોધપુર હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનોદ માથુરની ખંડપીઠે આસારામ બાપુની 17 દિવસની પેરોલની અરજી મંજૂર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આસારામ બાપુ મહારાષ્ટ્રના પુણેની એક આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરાવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : “દેશ બહુમતીની ઈચ્છાથી ચાલશે” નિવેદન પર ફસાયા જસ્ટિસ શેખર કુમાર; સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
હાઈકોર્ટે આપી 17 દિવસની પેરોલ
પ્રાપ્ત વિગતો અનુસાર સગીર પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને હાઈકોર્ટે 17 દિવસની પેરોલ આપી છે. આ 17 દિવસોમાં મુસાફરીના 2 દિવસનો સમાવેશ થાય છે. ત્યારબાદ એવું માનવામાં આવે છે કે આસારામ 15 ડિસેમ્બર સુધીમાં જોધપુરથી મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલ માટે સારવાર માટે રવાના થઈ શકે છે. હાલ આસારામ જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેને ત્યાં દાખલ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આસારામ 10 નવેમ્બરથી 30 દિવસ સુધી પેરોલ પર જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જેનો સમયગાળો આજે મંગળવારે પૂરો થયો હતો. ત્યારબાદ તેમણે કોર્ટ સમક્ષ પુણેની માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે પરવાનગી માંગી હતી. તેની અરજી પર જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેંચે આસારામને માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપ્યો છે.
આ પણ વાંચો : ‘તમે મંદિરના માલિક નથી’, કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને લગાવી ફટકાર
2 જાન્યુઆરીએ પરત ફરશે
આસારામના વકીલ કાલુરામ ભાટીએ કહ્યું કે આસારામ હાલ જોધપુરની ખાનગી આરોગ્ય આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. આસારામ 15 ડિસેમ્બર સુધી જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં દાખલ રહેશે. 15 ડિસેમ્બરે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરથી મહારાષ્ટ્રની માધવબાગ આયુર્વેદ હોસ્પિટલ લઈ જવામાં આવશે. 2 જાન્યુઆરી 2025ના રોજ પરત જોધપુર પહોંચશે.