ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Gujarat Local Body Elections) પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ એકશન મોડમાં (Gujarat BJP in action mode) આવી ગયું છે. ભાજપ દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા મુજબ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો : Unjha એપીએમસીમાં સત્તા મેળવવા ભાજપના બે ગ્રુપ આમને સામને, 16 ડિસેમ્બરે મતદાન
રાજ્ય ચૂંટણીપંચે દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat માં જંત્રીના ભાવ વધારાનો બિલ્ડર સંગઠનો દ્વારા વિરોધ, રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું…
ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યની 79 નગરપાલિકાઓને બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.