Viral Video: Salman Khanની મિમીક્રી કરી રહ્યો હતો કોમેડિયન, પાછળથી આવ્યો શેરા અને…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની ધ બેંગ ટૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં કોમેડિયન સુનિલ ગ્રોવર સલમાન ખાનનો લૂક કેરી કરીને તેની મિમીક્રી કરી રહ્યો હતો અને અચાનક જ સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પાછળથી આવે છે અને તે સુનિલને કંઈક કહેવા જ જતો હોય છે અને સુનિલ રહે છે કે જુઓ હું અસલીવાળો છું, અસલીવાળો છું…
શેરાપાજી પણ આવી ગયા છે અને એ જ એ વાતનો પૂરાવો છે કે હું અસલીવાળો છું… ચાલો જોઈએ આગળ શું થયું- સુનિલ ગ્રોવરની આ વાત સાંભળીને શેરાપાજી કહે છે કે સર, આ બધું છોડી દો અને ભાઈનું જેકેટ પાછું આપો. ચાલો ભાઈ બોલાવી રહ્યા છે. શેરાની આ વાત સાંભળીને ઉપસ્થિત તમામ લોકો હસી પડે છે.
સુનિલ શેરાના હાથમાંથી માઈક લઈને સ્ટેજ પર પડેલું જેકેટ ઉઠાવતાં કહે છે કે ભાઈનું જેકેટ અહીંયા છે. પરંતુ ત્યાર બાદ પણ સુનિલ કેરેક્ટમાં રહીને સલમાન ખાનના અંદાજમાં કહે છે કે શેરાપાજી આ શું યાર, આવું થોડી થાય છે. પાજી તમારે લોકો પર થોડો તો વિશ્વાસ કરવો જોઈએ.
સુનિલ ગ્રોવર પબ્લિકને પૂછે છે કે શું હું શેરા પાજી માટે એક ગીત વગાડી શકું છું? આ સવાલના જવાબમાં પબ્લિકનો જોરદાર પ્રતિસાદ આવે છે. વીડિયો અહીં જ પૂરો થઈ જાય છે. આ વીડિયો પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે પબ્લિકે આ ઈવેન્ટમાં સુનિલ ગ્રોવરના એક્ટને ખૂબ જ પસંદ કર્યો હતો.
Also Read – Happy Birthday: જેની પહેલી ફિલ્મે પ્રેમીઓને ઘેલા કર્યા તેને પ્રેમ ન મળ્યો ને…
અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સ પર સુનિલ ગ્રોવર સલમાન ખાનનો લૂક લઈને તેની મિમિક્રી કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે,. આ એક્ટને તે શોમાં પણ અનેક વખત કરી ચૂક્યો છે. ફેન્સની વાત પર વિશ્વાસ કરીએ તો સલમાન ખાનની ધ બેંક ટૂરમાં એન્ટ્રીથી પહેલાં ફેન્સને એન્ટરટેઈન કરવા માટે સુનિલ ગ્રોવરને આ એક્ટ પર્ફોર્મ કરી હતી જેની દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે સોનાક્ષી સિન્હા, જેક્વેલિન ફર્નાન્ડિઝ, દિશા પટણી, તમન્ના ભાટિયા, પ્રભુ દેવા, મનિષ પોલ, સુનિલ ગ્રોવર અને આસ્થા ગિલ પણ આ ટૂરનો હિસ્સો છે.