ચાર કંધેતર પણ ન મળ્યા આ અભાગ્યા જીવોનેઃ પુણેમાં 11 મહિનામાં 236 લાવારિસ મૃતદેહ
પુણેઃ દરેક વ્યક્તિને સુખી જીવન જીવવાની અપેક્ષા હોય છે. સુખી જીવનની અપેક્ષામાં ઘણા લોકો ઘર છોડીને શહેરમાં રહેવા આવે છે. તેમાંથી ઘણા ભીખ માંગીને જીવવાનો પ્રયાસ કરે છે. જો કે, બધા લોકો માટે ભીખ માંગવી શક્ય નથી હોતી. ગરમી, પવન, વરસાદમાં તેઓ જ્યાં રહી શકાય ત્યાં રહે છે. તેઓ ફાટેલા, લૂગડાંવાળા કપડામાં રસ્તાની બાજુએ સૂઈ જાય છે. કોઈ તેમની નોંધ લેતું નથી. ઘણા લોકો વિવિધ રોગોથી સંક્રમિત થાય છે. તેઓ ખોરાક, પાણી અને સારવાર વિના જ મૃત્યુ પામે છે.
આવા અજાણ્યા લોકોના મૃતદેહને કાંધ આપનારું પણ કોઇ હોતું નથી. આ બધુ એટલા માટે જણાવ્યું, કારણ કે પુણે શહેરમાં લાવારિસ મૃતદેહોની સંખ્યામાં વધારો થયો છે. હા, પુણે શહેરમાં ગુમ અને અજાણ્યા લાવારિસ મૃતદેહોની સંખ્યામાં વધારો થયો છે. આ મૃતદેહો ધમધમતા મહાનગરની વ્યસ્ત શેરીઓમાં, નદીઓના કિનારેથી મળી આવ્યા છે. તે જોઈને લાગે છે કે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
પુણે પોલીસને વર્ષ 2024માં તેમના સીમા ક્ષેત્રમાં આવતા વિસ્તારમાંથી 2024નાજાન્યુઆરીથી નવેમ્બર સુધીના 11 મહિનાના સમયગાળામાં 236 અનાથ મૃતદેહો મળી આવ્યા છે. 2023 ની તુલનામાં, આ વર્ષે મૃતદેહો મળી આવવાની સંખ્યામાં વધારો થયો છે.
પુણે પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં – 34, ફેબ્રુઆરીમાં – 22, માર્ચમાં – 01, એપ્રિલમાં – 03, મેમાં – 34, જૂનમાં – 33, જુલાઈમાં – 42, ઓગસ્ટમાં – 54 સપ્ટેમ્બરમાં – 35, ઓક્ટોબરમાં – 40 અને નવેમ્બરમાં – 38 લાવારિસ મૃતદેહ મળી આવ્યા છે.
Also Read – Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..
સામાન્ય રીતે મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવે છે. મૃતકના નજીકના સંબંધીઓની શોધ કરવામાં આવે છે અને પાંચ દિવસ સુધી રાહ જોવામાં આવે છે. જો સંબંધીઓ ભેગા ન થાય તો પછી પોલીસ તરફથી કાનૂની આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ માટેનો ખર્ચ સંબંધિત પોલીસ ઉઠાવે છે.