સ્પોર્ટસ

Champions Trophy 2025: ‘હાઈબ્રિડ મોડલ’ માટે પાકિસ્તાન તૈયાર! PCBએ ICC પાસે રાખી આવી શરત

દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પરંતુ ભારતીય ટીમનું આ ટુર્નામેન્ટમાં રમવું રજુ નક્કી (Champions Trophy 2025) થયું નથી. BCCIએ હાઈબ્રીડ મોડલ હેઠળ ભારતીય ટીમને મેચો દુબઈમાં યોજવા માંગ કરી છે, જેના પર ઘણા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી રહ્યું છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને એક શરત મૂકી છે.

પાકિસ્તાને મૂકી આવી શરત:
અહેવાલ મુજબ કે પાકિસ્તાને ICC પાસે માંગ કરી છે કે જો ભવિષ્યમાં ICC ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવે ત્યારે પણ હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવે, પાકિસ્તાને ICC પાસેથી લેખિત ખાતરી માંગી છે.


Also read: વિશ્વ ચેસ સ્પર્ધામાં ગુકેશે સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને પછી…


દુબઈમાં રમાશે ભારત મેચો:
નોંધનીય બાબત એ છે કે BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમોનો મેચ ટૂર્નામેન્ટ દુબઈમાં રમાઈ શકે. જો ટીમ ઈન્ડિયા ક્વોલિફાય થશે તો સેમીફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં રમાશે. જોકે આ અંગે સત્તાવાર નિવેદન જહેર કરવામાં નથી આવ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો નિર્ણય બુધવાર સુધીમાં આવી શકે છે.


Also read: ‘હોટેલમાં બેઠાં રહેવાને બદલે તમે બધા…’ સુનીલ ગાવસકરની ટીમ ઇન્ડિયાને સલાહ


શેડ્યૂલ જાહેર થવાની રાહ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 09 માર્ચની વચ્ચે રમવાની છે. જોકે, હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. હવે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ક્યારે જાહેર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

નોંધનીય છે કે 2023માં રમાયેલા એશિયા કપના યજમાની પણ પાકિસ્તાન પાસે હતી. તે સમયે પણ ભારતે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ, હાઇબ્રિડ મોડલ હેઠળ, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં એશિયા કપની મેચો રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button