અમદાવાદઆપણું ગુજરાત

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો Ahmedabad માં માનવ સાંકળ રચી વિરોધ, હિન્દુ સંગઠનો અને ભાજપ જોડાયું

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર મુદ્દે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ(Ahmedabad)શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભાજપ અને સંત સમિતિઓએ સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતું. જેમાં સવારના 8.30થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી. તેમજ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના વોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો હાજર રહ્યા

આજની માનવ સાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, ભાજપના વોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ આપણા માટે શરમજનક છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તેવી માંગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે, તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે. આપણે સૌ હિંદુ સાથે છીએ અને હમેશાં સાથે રહીશું.

રિવરફ્રન્ટ પર માનવસાંકળ બનાવવામાં આવી

આ અંગે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેડિંગ કમિટીના ચેરમેનએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે રીતે હુમલાઓ થઇ રહ્યા છે. એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે સમગ્ર અમદાવાદમાં હિન્દુ સમાજ રોડ પર ઉતરી આવ્યો છે અને રિવરફ્રન્ટ પર માનવસાંકળ બનાવવામાં આવી છે. હિન્દુ સમાજ ક્યારેય કોઇના પર હુમલો કરતો નથી, પણ જો તેમના પર હુમલો કરવામાં આવે તો એને જરાય સાંખી લેવામાં નહીં આવે

Also Read – “હિંદુઓની સુરક્ષા પહેલા સુનિશ્ચિત કરો….” ઢાકામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલ્યા ભારતીય વિદેશ સચિવ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કાગળ લખવામાં આવ્યો

ગુજરાત પ્રાંતના સંઘ સંચાલકએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં જે આયોજન થયું તે દેશભરમાં ચાલે છે. આપણે બાંગ્લાદેશના હિન્દુઓનું મનોબળ મજબૂત કરવાનું છે. કારણ કે, ત્યાંના હિન્દુઓએ જે લડત આપવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કાગળ લખવામાં આવ્યો છે કે, યુનોને આની જાણ કરી સખત પગલા લેવા માટે યુનોએ આગળ આવવું જોઈએ. અને જો યુનો ના પાડે તો ભારતને છુટ આપવી જોઈએ કે તમે કરી શકો છે. ભારતે બાંગ્લાદેશને પાઠ ભણાવવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button