ટોપ ન્યૂઝનેશનલ

બે મહિનામાં આટલા સિનિયર સિટીઝનો Ayushman Cards યોજનામાં જોડાયા

નવી દિલ્હી : દેશમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકો માટે બે માસ પૂર્વે લોન્ચ કરવામાં આવેલા આયુષ્માન વય વંદના કાર્ડને(Ayushman Cards)સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ બે માસમાં 25 લાખથી વધુ સિનિયર સિટીઝનો આયુષ્માન વય વંદના કાર્ડ મેળવ્યા છે. આયુષ્માન વય વંદના કાર્ડ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રુપિયા 5 લાખનું મફત આરોગ્ય કવર પ્રદાન કરે છે. 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારો સાથે સંકળાયેલા છે તેઓ પ્રતિ વર્ષ રુપિયા 5 લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મેળવે છે.

બે મહિનામાં 25 લાખ નવા લાભાર્થીઓ યોજનામાં જોડાયા

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના રુપિયા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન વય વંદના તરીકે યોજનાનો વિસ્તાર કર્યા પછી 70 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ આરોગ્ય વીમા સેવાઓ માટે તેનો લાભ લઈ શકે છે. આ વિસ્તરણ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. તેની જાહેરાતના બે મહિનામાં લગભગ 25 લાખ નવા લાભાર્થીઓ યોજનામાં જોડાયા છે.

ઝારખંડના રાંચીથી શરૂ કરવામાં આવી હતી

આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને વંચિત પરિવારોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.જેમાં કુટુંબ દીઠ રુપિયા 5 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના PMJAY પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બર, 2018 ના રોજ ઝારખંડના રાંચીથી શરૂ કરવામાં આવી હતી. જે કેશલેસ સારવાર પૂરી પાડે છે. આ યોજનાનામાં દવાઓ, સારવાર શુલ્ક, ડૉક્ટર શુલ્ક અને OT-ICU શુલ્કનો સમાવેશ થાય છે.

વૃદ્ધોના મેડીકલ સારવાર ખર્ચમાં ઘટાડો

ધન્વંતરી જયંતિના અવસરે પ્રધાન મંત્રી મોદીએ 70 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે AB-PMJAY હેઠળ રુપિયા 3437 કરોડમાં આરોગ્ય કવરેજના વિસ્તરણની શરૂઆત કરી. આવા વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાર્વત્રિક છે અને તેની કોઈ આવક મર્યાદા નથી. પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય. આયુષ્માન વય વંદના કાર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે વૃદ્ધોના મેડીકલ સારવાર ખર્ચમાં ઘટાડો થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button