ટોપ ન્યૂઝવેપારશેર બજાર

Stock Market : શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે સપાટ શરુઆત થઇ છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 46.40 પોઈન્ટના વધારા સાથે 81,554.86 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી 19.30 પોઈન્ટના વધારા સાથે 24,635.05 પર ટ્રેડ કરી રહ્યો છે.
એચસીએલ ટેક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી વગેરે જેવા શેરો વધી રહ્યા છે. જો કે, બજાર સતત વધારા- ઘટાડા વચ્ચે ટ્રેડ થઇ રહ્યું છે.

એશિયાઈ બજારો ઉછાળા સાથે બંધ થયા

મંગળવારે એશિયાઈ બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. જાપાનનો નિક્કી 225 0.3 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.35 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.9 ટકા અને કોસ્ડેક 4 ટકા ઊછળ્યો હતો.


Also read: મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, આ સેક્ટરના શેરોમાં ઉછાળો


યુએસ શેરબજારના સૂચકાંકો ઘટાડા સાથે બંધ

સોમવારે યુએસ શેરબજારના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 240.59 પોઈન્ટ એટલે કે 0.54 ટકા ઘટીને 44,401.93 પર આવી ગયો છે. જ્યારે, એસએન્ડપી 500 37.42 પોઈન્ટ ઘટીને 6,052.85 ના સ્તર પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 123.08 પોઈન્ટ ઘટીને 19,736.69 ના સ્તર પર છે.

સોમવારે પણ બજારમાં ઘટાડાનો માહોલ હતો

સોમવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. વૈશ્વિક સ્તરે મિશ્ર સેન્ટિમેન્ટ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક જેવા મોટા શેરોમાં વેચવાલીથી બજાર ઘટ્યું હતું. અસ્થિર કારોબારમાં સેન્સેક્સ 200.66 પોઈન્ટ ના ઘટાડા સાથે 81,508.46 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 58.80 પોઈન્ટ ઘટીને 24,619 પોઈન્ટ પર બંધ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button