મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અવારનવાર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સચિન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા સચિને તેમના માર્ગદર્શક અને ઘણા ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર મહાન કોચ રમાકાંત આચરેકર સરના સ્મારકનું અનાવરણ કર્યું હતું.
ત્યાર બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમની પુત્રી સારા તેંડુલકરની STF એટલે કે સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે પછી હવે સચિનની વધુ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ વેંકટ દત્ત સાઈ સાથે 22 ડિસેમ્બરે પ્રભુતામાં પગલાં માંડશે. સિંધુ અને સાઈ બંને સચિનના ઘરે તેમને લગ્નનું આમંત્રણ આપવા આવ્યા હતા. લગ્નના આમંત્રણ બાદ સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને વેંકટ દત્ત સાઈ સાથેનો ફોટો પોસ્ટ કરીને સિંધુને શુભેચ્છા પાઠવી છે.
Also Read – એડિલેડ ટેસ્ટ મેચ વિવાદમાં ICCએ મોહમ્મદ સિરાજને ફટકાર્યો દંડ, ટ્રેવિસ હેડને પણ….
સચિનની આ પોસ્ટ વાયરલ થઈ છે. સચિને લખ્યું છે કે,
બેડમિન્ટનની રમતમાં સ્કોર હંમેશા ‘love’થી શરૂ થાય છે. સિંધુ તમારી વેંકટ દત્તા સાઈ સાથેની યાત્રા loveથી ભરેલી રહે. તમારા જીવનની આવી મહત્વપૂર્ણ ક્ષણે મને હાજર રહેવા આમંત્રણ આપવા બદલ આભાર. સચિને સિંધુ માટે સ્પેશિયલ પોસ્ટ કરતા લખ્યું કે, “તમારા જીવનમાં નવી યાદગીરી અને ખુશીની રેલી માટે શુભેચ્છાઓ “.
આપણે પણ આ સ્મેશિંગ કપલને અભિનંદન આપી દઈએ.