નેશનલવેપાર

નાણાકીય વર્ષ ૨૦૨૪માં કોપરની માગ ૧૩ ટકા વધી: જાણો વિગતો

નવી દિલ્હી: દેશમાં સતત થઈ રહેલા માળખાકીય વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિઓ ધમધમવાને કારણે ગત નાણાકીય વર્ષ ૨૦૨૪માં કોપરની માગ ૧૩ ટકાની વૃદ્ધિ સામે ૧૭૦૦ કિલો ટનની સપાટીએ રહી હોવાનું ઈન્ટરનેશનલ કોપર એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ જણાવ્યું છે.

પરંપરાગત ધોરણે દેશમાં કોપરની કુલ માગમાં બાંધકામ અને માળખાકીય ક્ષેત્રની માગનો હિસ્સો ૪૩ ટકા જેટલો રહે છે તેમ જ જીડીપીમાં તેનો હિસ્સો ૧૧ ટકા જેટલો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

એસોસિયેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૨૪માં દેશમાં કોપરની માગ ૧૩ ટકાની વૃદ્ધિ સામે ૧૭૦૦ કિલો ટનની સપાટીએ રહી હતી.

Also Read – છ મહિના પછી ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલીવિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 93નો ધીમો સુધારો, ચાંદી રૂ. 420 ઘટી

વધુમાં યાદીમાં ઉમેર્યું હતું કે કોવિડ મહામારી પશ્ર્ચાત્ આર્થિક વિસ્તરણ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન કોપરની માગમાં વર્ષે સરેરાશ ૨૧ ટકાનો વધારો થયો છે. વધુમાં એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું કે દેશમાં માળખાકીય ક્ષેત્ર ઉપરાંત બાંધકામ ક્ષેત્રે સતત થઈ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં લેતાં આગામી નાણાકીય વર્ષમાં પણ કોપરમાં મજબૂત માગ જળવાઈ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button