લાડકી

શક્તિ દે ‘મા’ દુર્ગા હૃદયસમ્રાટ છે. દિવ્ય શક્તિનો સંચાર છે.

કવર સ્ટોરી – ભાટી એન.

માં દુર્ગા હૃદયસમ્રાટ છે. દિવ્ય શક્તિનો સંચાર છે. ‘મા’નું ગુરુત્વાકર્ષણ હૃદયસ્પર્શી છે! પ્રાણીસૃષ્ટિમાં અધિષ્ઠાત્રી અમૃત સ્વરૂપાનું આધિપત્ય બરકરાર છે! ‘મા’ અપાર શક્તિનો વિપુલ ભંડાર છે.

બાલુડાંને સુરક્ષાકવચ અર્પવા અને અસુરોનો વિનાશ કરવા તેની ઉત્પત્તિ – અવતરણ થયું છે. પ્રથમ માયાવી મહિષાસુરનો વિનાશ, બીજું અવતરણ શુંભ-નિશુંભ દૈત્યનો નાશ, ત્રીજો અવતાર દુર્ગમ

નામના અસુરને હણવા થયો. પૃથ્વી પર અસુરોએ કાળો કેર વર્તાવ્યો.

દુર્ગામે અનેક અસુરો ઉત્પન્ન કર્યા. તે વેળા મા દુર્ગા શિવશક્તિએ અનેક ગણી દિવ્યાતિદિવ્ય શક્તિઓ ઉત્પન્ન કરી. અંતમાં દુર્ગમ નામના અસુરને હણી નાખીને મા જગદંબા જગત જનની શક્તિ

‘દુર્ગા’ના નામથી વિશ્ર્વવિખ્યાત થયાં. આસો સુદ એકમથી નોમ સુધીના અતિ પવિત્ર શારદીય નવરાત્રિના નવ દા’ડાના પર્વમાં ભગવતી જગદંબા દુર્ગાની ઉપાસનાનું માહાત્મ્ય અતુલ્ય – અમૂલ્ય

છે.

વિશ્ર્વંભરી ભરી અખિલ વિશ્ર્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા,
દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ આપો,
મામપાહી ઓમ ભગવતી ભવદુ:ખ કાપો.

ગરવી વસુંધરા ગુજરાતમાં વિશ્ર્વંભરી મા દુર્ગાની નવરાત્રિના ઓજસ્વિતાપૂર્ણ તેજોજ્જવલ રૂડા પ્રકાશ પર્વમાં નવ… નવ.. રાત્રિ પૂનમ જેમ દીસે છે! મરક્યુરી,ભરત ભરેલો ઘાઘરો, ફૂલવેલ અને

સોડિયમ હેલોજનની ઝાકમઝાળમાં અને ડીજેના તાલે ગુજરાત ગાંડુંતૂર બની મા દુર્ગાની ભક્તિસરિતામાં તરબતર બની જાય છે! તો આપણી લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ગરબીઓ રમાય છે.

સૌરાષ્ટ્રમાં રાસ- ગરબાનો બહુ ચાલ છે તો આનંદ, ઊર્જા અને ઉપાસનાના ત્રિવેણી સંગમ નવરાત્રિએ તદ્દન ભિન્ન ભિન્ન પ્રકારે રમાતી ગરબીના વૃંદનો આછેરો પરિચય કરીએ.

જગદંબા, અંબે માતાની આરાધના કરવામાં દ્વારકા કને આવેલા જામખંભાળિયા ગામનું આંબાવાડી કલાવૃંદ મહિલાઓનું મંડળ છે. સતવારા કુટુંબની યુવતીઓ બાવન બેડાંનો રાસ ખૂબ જ અદ્ભુત રીતે

રજૂ કરે છે. ૧૯૮૭ના વર્ષમાં રશિયામાં યોજાયેલા ‘ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’માં આ રાસને અપ્રતિમ લોકચાહના સાંપડી હતી. ખંભાળિયાના કળાપ્રેમી સંચાલક ડાહ્યાભાઈ નકુમને થયું કે નવરાત્રિમાં
ઘણી મહિલાઓ માથે બેડાં લઈને રાસ તો રમતી જ હોય છે, પણ આપણે કંઈક નવીન કરીએ તો જ તદન ભિન્ન લાગે એવા સારા ભાવથી એક બે નહિ, પણ બાવન બેડાં લાકડાંની ચોકડી કરી તેના

પર મોટું બેડું, તેનાથી નાનું, તેનાથી નાનું અને છેલ્લે સાવ નાનું એમ બાવન બેડાંના રાસનો નવો ચીલો ચાતર્યો. કોઈ બાળા લાંબી બેડાંની લાઇનો કરી માથે રાખી રાસ રમે તો કોઈ વિશાળકાય

વજનદાર સ્વસ્તિક માથે રાખે, કોઈ કાચ પર ૨મે, કોઈ તલવાર પર ઊભી રહી રમે! બેલેન્સ રાખી નીચે રાખેલો રૂમાલ રમતી રમતી મોમાં લઈ લે! ગામડાની બાળામાં કોઠાસૂઝ અપાર,

જામખંભાળિયાની ગ્રામીણ સતવારા કુટુંબની યુવાન મહિલાઓ આમ તો ખેતમજૂરી કરે, આથી તેઓ,વિના એ તેમના માટે સહજ કામ થઈ જાય અને બાવન બેડાં રાસમાં મુખ્ય ખાસિયત છે.

બેલેન્સની. રાસ રમાતો હોય ત્યારે માથા માથે લાંબી…લાંબી… લાઇનોમાં બેડાં હોય, મોતી ભરેલી ઇંઢોણી પર શોભતાં બેડાં અને ગ્રામીણ સતવારા મહિલાઓ સુંદર ભરત ભરેલા ડ્રેસમાં સૌરાષ્ટ્રની

અસ્મિતાની ઝાંખી થાય, બાવળિયો ડિઝાઇનથી નયનરમ્ય ભરતકામ શોભતું હોય, હાથમાં બલોયાં અને ગળામાં ચાંદીનાં ઘરેણાં શોભતાં હોય, લાલચટક ચૂંદડીમાં વિવિધ ડિઝાઇનમાં બાળાઓ મા

ભગવતી જગદંબા દુર્ગાનો અવતાર લાગે અને ગરબી ફરતે રાસ રમતી હોય ત્યારે વિવિધતાસભર રાસ જોવા મળે ને ડાહ્યાભાઈ ભાટ રાવણહથ્થાના શહેનશાહી પહાડી અવાજમાં ઢોલ, શરણાઈ અને

ઝાંઝરની ઝપટમાં ડાહ્યાભાઈની તળપદી ગરબામાં સૌરાષ્ટ્રનું ખમીર નીતરતું હોય છે.

નવરાત્રિ હોય કે બીજા તહેવારો હોય ત્યારે જામનગર વિસ્તારમાં દાંડિયા-રાસનું આકર્ષણ રહે છે!, ખડ પાણી ને ખાખરા, ખડકાનો નહિ પાર, વગર દીવે વાળુ કરે ઇ દેવભૂમિ પાંચાળ.

સુરેન્દ્રનગર જિલ્લો પાંચાળ ભોમકા ને ઝાલાવાડ તરીકે પ્રસ્થાપિત છે. વાંકાનેર તાલુકાની કાછીયાગાળાનો રાસ
મંડળી મૌલિકતાથી રાસ રમે છે. આ ભૂમિમાં વાંકાનેર:ની ભરવાડ પરાની માલધારી રાસ મંડળી ખૂબ સરસ રમે છે. મુખ્ય ધંધો પશુપાલન, ગ્રામીણ વિસ્તારમાં માલધારી લોકો રાસ રમવામાં ખૂબ જ

પાવરધા ખરા. તરણેતરનો મેળો હોઈ ભરવાડ-રબારી કોમનાં છોકરા-છોકરીઓ ત્રણ તાળી રાસ, ટીટોડો અને હુડો રાસ રમતાં હોય ત્યારે હાથની બન્ને થાપીઓના સટાડા ભરેલા અવાજ નકોર હોય અને

હથેળીઓ લાલચોળ થઈ જાય. માલધારી જુવાનિયા ખડતલ દૂધમલિયાના હાથમાં દાંડિયા હોય અને કેડિયું-બંડી-ચોરણી, માથે આંટિયાળી પાઘડી હોય. કેડિયામાં ગોળ ઘેર હોય, બાવળિયો

ભરતકામમાં મોર ફૂલ અને ડિઝાઇનથી શોભતો ડ્રેસ અને ઢોલના અવાજે આકાશ આંબતા હોય તેવી બેસણી લે ત્યારે તાકાતનું પ્રદર્શન જોવા મળે છે. નવરાત્રિના દિવસોમાં તેનો રાસ જોવા

માનવમહેરામણ ઊમટે છે, એવું મનાઈ રહ્યું છે કે શ્રીકૃષ્ણ ભગવાનના યુગથી રાસ જોવા મળે છે!, સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન રાસ રમવાના અલગ અલગ પ્રકાર છે અને સૌરાષ્ટ્રની પ્રાચીન

લોકકળા છે તેને માણવી તે પણ એક ગૌરવ છે. નવરાત્રિની ઉજવણીમાં રાસ દ્વારા મા દુર્ગા જગદંબાની આરાધના ને ઉપાસનાનું અમૃત ઝરણું વહે તો મનોવાંછિત ફળ મળે. સૃષ્ટિનું કલ્યાણ થાય,

આસુરી શક્તિનો વિનાશ થાય. દેશ ને દુનિયા પ્રગતિ સાધે, શાંતિનું આહલાદક વાતાવરણ સર્જાય. મા ભગવતી ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, પાવાવાળી, ચામુંડા, ખોડિયાર, ઉમિયા ને કચ્છની મા

આશાપુરા સર્વેની મનોકામના પૂર્ણ કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button