મનોરંજન

સૌથી વધુ ઝડપથી રૂપિયા 1000 કરોડની કમાણી કરી આ ફિલ્મોને પાછળ મૂકશે Pushpa 2…

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ટુ (Pushpa 2) પાંચમી ડિસેમ્બરના રિલીઝ થઈ અને એ સાથે જે તેણે બોક્સ ઓફિસ પર પોતાનો જલવો દેખાડવાનું શરૂ કરી દીધું છે. કમાણીના મામલામાં ફિલ્મ દરરોજ રેકોર્ડ સેટ કરી રહી છે. રિલીઝ થયાના ચાર દિવસમાં જ પુષ્પા ટુએ દુનિયાભરમાં 800 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દીધું છે અને એવી આશા સેવાઈ રહી છે કે આ ફિલ્મ સૌથી વધુ ઝડપથી 1000 કરોડ રૂપિયાની કમાણી કરીને નંબર વનની પોઝિશન પર પહોંચી જશે. આવો જોઈએ કઈ કઈ ફિલ્મો છે આ યાદીમાં…

ઈન્ડિયન ફિલ્મની હિસ્ટ્રીમાં એવી અનેક ફિલ્મો છે જેમણે ખૂબ જ ઓછા સમયમાં દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કર્યો છે. પરંતુ હવે અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ટુ હવે નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે અને એની સાથે જ આ ફિલ્મ અનેક ફિલ્મોને પાછળ મૂકી દેશે.

આ પણ વાંચો : બાહુબલી, જવાન બધાને પાછળ છોડી પુષ્પા-2એ કરી રેકોર્ડ બ્રેક ઑપનિંગ

બાહુબલિ ટુઃ ધ કન્ક્લ્યુઝનઃ
એસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બાહુબલિ ટુઃ ધ કન્ક્લ્યુઝને બોક્સ ઓફિસ પર 10 દિવસમાં જ રૂપિયા 1000 કરોડ કમાવી લીધા હતા.

આરઆરઆરઃ
એસ રાજામૌલીની જ બીજી ફિલ્મ આરઆરઆર પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. રામ ચરણ અને જુનિયર એનટીઆરની આ ઓસ્કર વિનર ફિલ્મે 16 દિવસમાં 1000 કરોડની કમાણી કરી હતી.

જવાનઃ
શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ જવાને પણે 17 દિવસમાં વર્લ્ડ વાઈડ 1000 રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર એક નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો.

પઠાણઃ
2023માં જ રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે પણ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુપર ડુપર હિટ રહી હતી. આ ફિલ્મે 27 દિવસમાં 1000 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કર્યો હતો.

દંગલઃ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આમિર ખાનન સ્ટારર ફિલ્મ દંગલે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. આ ફિલ્મે પણ દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ફિલ્મને આટલી કમાણી કરવા માટે 154 દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ જોવાની વાત એ છે કે આ ફિલ્મે સૌથી વધુ કમાણી ચીનમાં કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button