મેરિડ લાઈફને લઈને આ શું કહ્યું Aishwarya Rai-Bachchanએ?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ બધા વચ્ચે ઐશ્વર્યા રાયનું એક સ્ટેટમેન્ટ ખૂબ જ ચર્ચામાં છે અને જેમાં તે લગ્નજીવનમાં કરવા પડતાં એડજસ્ટમેન્ટ્સ વિશે વાત કરતી જોવા મળી હતી. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું ઐશ્વર્યાએ-
હાલમાં ભલે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન એકબીજાથી અલગ અલગ દૂર રહે છે. પરંતુ એક સમય હતો કે જ્યારે બંને એકબીજા પર ખૂબ જ પ્રેમ વરસાવતા હતા. આ બધા વચ્ચે ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યાએ એ વાત કબૂલી હતી કે લગ્નમાં એડજસ્ટમેન્ટ્સ કેમ જરૂરી છે? એક સંબંધને બચાવવા માટે શું કરવું જોઈએ.
આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે લગ્નમાં ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડે છે અને ખૂબ જ વધારે લેવું-દેવું પડે છે. અનેક બાબતોમાં સહમતિ અને અસહમતિ જોવા મળે છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે બંને વચ્ચે કોઈ પણ મુદ્દો હોય વાતચીત થવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : ડિવોર્સની અફવાઓ વચ્ચે બીજું બેબી પ્લાન કરી રહ્યા છે Aishwarya-Abhishek? આપ્યો આ જવાબ…
ઐશ્વર્યાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ એક એવી વસ્તુ છે કે જેમાં મારો ખૂબ જ દ્રઢ વિશ્વાસ છે. અભિષેક હંમેશા આ વાતનું સમ્માન કરે છે. વાતચીત કોઈ પણ સંબંધમાં જરૂરી છે,. શું આ દોસ્તી નથી? હું એમાંથી નથી કે જે એવું કહી દે કે ચાલો હવે રહેવા દો આવતી કાલે વાત કરીશું. બંને લોકોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ અને એકબીજા માટે સંવેદનશીલ હોવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેકના ડિવોર્સની વાતો સામે આવી રહી છે. પહેલાં એવું કહેવાઈ રહ્યું હતું જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનને કારણે આ બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી. પરંતુ કેટલાક લોકોએ બંને વચ્ચેના ખટરાગ માટે નિમ્રત કૌરને પણ જવાબદાર ઠેરવી છે. જોકે, આ પાછળનું સાચું કારણ તો હજી પણ નથી જાણી શકાયું.