Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
છેલ્લાં કેટલાક દિવસ સોશિયલ મીડિયા પર સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્ન પહેલાંના ફોટો અને વીડિયો છવાઈ રહ્યા છે. એકદમ પારંપારિક પદ્ધતિથી બંનેનો વિવાહ સમારોહ સંપન્ન થયો. નેટિઝન્સ શોભિતાના લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે. દરમિયાન જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મંદિરમાં નાગાર્જુને વહુ શોભિતા સાથે એવી હરકત કરી હતી નેટિઝન્સ નાગાર્જુનને ટ્રોલ કરી રહ્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નાગાર્જુને-
વાત જાણે એમ છે કે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા શ્રીશૈલમ, આંધ્રપ્રદેશમાં આવેલા મલ્લિકાર્જુન મંદિરમાં લગ્નના એક દિવસ બાદ આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સમયે સુપરસ્ટાર નાગાર્જુન પણ તેમની સાથે હતા. આ વીડિયોમાં જ એક ક્ષણે નાગાર્જુન શોભિતા ધૂલીપાલાના વાળ સંભાળતા જોવા મળે છે. નેટિઝન્સને નાગાર્જુનની આ હરકત ખાસ કંઈ પસંદ હોય આવી હોય એવું લાગતું નથી.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નાગાર્જુન, નાગા ચૈતન્ય અને શોભિતા પૂજારી સામે માથું નમાવી રહ્યા છે. પૂજારીએ તેમની હળદી, ચંદન અને ફૂલથી બનાવેલી થાળી આપે છે જેથી તેઓ પૂજા કરી શકે છે. પૂજારી નાગાર્જુનના કપાળ પર ચંદન લગાવે છે, ત્યાર બાદ શોભિતાને તેઓ ચંદન લગાવવા રહે છે. શોભિતા જ્યારે તિલક લગાવતી હોય છે ત્યારે જ તેના ખુલ્લા વાળ આગળ આવી જાય છે અને બસ સસરા નાગાર્જુન વહુની મદદ આવીને તેના વાળ સંભાળે છે. નેટિઝન્સે નાગાર્જુનની આ હરકત પસંદ નથી આવી અને તેમણે એમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો :શોભિતા ધૂલીપાલા સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે નાગા ચૈતન્ય,અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ સુધીના આ સ્ટાર્સ સામેલ થશે.
વાઈરલ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે એ એના પિતા જેવો છે અને એની ધ્યાન રાખી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મને નાગાર્જુન ખૂબ જ ગમે છે. ત્રીજા યુઝરે લખ્યું હતું કે આ વહુ પ્રત્યેનો આદર અને ચિંકા દર્શાવે છે. પરંતુ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે નાગાર્જુનનું આ વર્તન બિલકુલ યોગ્ય નથી અને એક સસરા તરીકેની ગરિમા તો તેમણે જાળવવી જોઈએ. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…