Ahmedabadમાં વટવા GIDCમાં ભીષણ આગ; દૂર દૂરથી દેખાયા ધુમાડાના ગોટેગોટા
અમદાવાદ: અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ફેક્ટરીમાં સોલ્વન્ટનામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ છે. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા છે.
સોલ્વન્ટ કેમિકલથી આગ વધુ ફેલાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વટવા GIDCના ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફેક્ટરીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાથી આગ વધુ ફેલાઈ છે. GIDCના અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આગ લાગી હતી.
ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો
આગ લાગવાની ઘટનાની માહિતી બાદ ફાયર બ્રિગેડની અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા છે.
આ પણ વાંચો…Gujarat માં જંત્રીના ભાવ વધારાનો બિલ્ડર સંગઠનો દ્વારા વિરોધ, રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું…
ગણદેવીમાં આગની ઘટના
ગત નવેમ્બર માસમાં નવસારી જિલ્લાના ગણદેવીના દેવસર નજીક એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમિકલ બ્લાસ્ટ થતાં ભીષણ આગની ઘટના ઘટી હતી. ભીષણ આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે સિવાય અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા.