નવરાત્રિના આયોજકોએ નિયમોનું પાલન કરવું પડશે: રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર રાજકોટ
રાજકોટ પોલીસ અને નાના મોટા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા આયોજકોની હેમુ ગઢવી હોલ ખાતે સંકલન મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં સરકારે કરેલી ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરવા માટે પ્રાચીન તથા અર્વાચીન રાસ મહોત્સવના આયોજકોને અવગત કર્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સલામતી રાખવી, ગરબા વાળી જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવાનું,ગરબા રમતા યુવક યુવતીઓને જો કોઈ ઇમરજન્સી મેડિકલ તકલીફ પડે તો ડોકટરી ઇક્યુપમેંટ હાજર રાખવા જવી બાબતો ને લઈ જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર પોલીસ ટીમે અર્વાચીન તથા પ્રાચીન રાષ્ટ્ર ઉત્સવના આયોજકો પાસે પણ એમને પડતી તકલીફ શું છે તેની જાણકારી મેળવી નિયમ આધીન યોગ્ય કરવા ખાત્રી આપી હતી.
પ્રાચીન ગરબી મંડળ આયોજકોએ એવી રજૂઆત કરી હતી કે અમારે ફંડફાળા ઉપર આયોજન થતું હોય છે આવા સંજોગોમાં સીસીટીવી કેમેરાનો વધારાનો ખર્ચ ગરબી મંડળ ભોગવી ન શકે તો આ ધાર્મિક મહોત્સવમાં સરકારે આર્થિક મદદ કરી અને કોઈપણ યોજના અંતર્ગત ખર્ચ ઉપાડી લેવો જોઈએ. મુંબઈ સમાચારની સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા મુહિમ અંતર્ગત આ વર્ષે આરોગ્ય સંદર્ભે એમ્બ્યુલન્સ તથા આરોગ્ય સંકુલ ઊભું કરવાનું રહેશે જેમાં સર્વ સંમતિથી આયોજકોએ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઊભું કરવા તૈયારી દર્શાવી હતી.
સમગ્ર મિટિંગમાં આવેલા પ્રશ્નો અને સૂચનો સાંભળી રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એ રાજકોટની પારિવારિક શાંતિને વખાણી હતી. હળવી શૈલીમાં રાજકોટના આયોજકોને કાયદો તો પાળવો જ પડશે, તે આપણી સલામતી માટે એ જરૂરી છે.એવી સમજ આપી હતી.