મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Nita Ambaniએ નાની વહુ Radhika Merchant સાથે કર્યું કંઈ એવું કે…

દેશના સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી કરવામાં આવે છે અને એમાં પણ પરિવારનું મહિલા મંડળ તો સ્ટાઈલિશ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે. કોઈ પણ ઈવેન્ટ હોય અંબાણી ફિમેલનો જલવો તો બરકરાર જ રહે છે. આવું જ કંઈક ફરી એક વખત જોવા મળ્યું હતું અને નીતા અંબાણી (Nita Ambani)એ પોતાની ગજબની ફેશન સેન્સથી એ વાત સાબિત કરી દીધી હતી કે ભાઈ સાસુ એ સાસુ હોય છે અને વહુ એ વહુ જ હોય છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતા અંબાણી અંબાણીએ કે નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની ચમક ફીકી પડી ગઈ હતી…

હાલમાં જ યોજાયેલા બિઝનેસ લીડર એવોર્ડ 2024માં નીતા અંબાણીને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ બ્રાન્ડ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એક તરફ જ્યાં મુંબઈમાં યોજાયેલા એક ઈવેન્ટમાં નીતા અંબાણીએ વેસ્ટર્ન લૂક કેરી કર્યો હતો તો એવોર્ડ ફંક્શનમાં નીતા અંબાણીએ સિલ્કની સુંદર આઈવરી ગોલ્ડન સાડી પહેરી હતી. આ સાડીની બોર્ડર તેનવી સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી તો સાડીમાં રહેલાં સોનેરી બુટ્ટા પણ સાડીને એકદમ પરફેક્ટ લૂક આપી રહ્યા હતા. આ સાડી સાથે નીતા અંબાણીએ હાફ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે પેયરઅપ કર્યો હતો. પર્લ નેકલેસ અને રૂબીની જ્વેલરી સાથે કમ્પલિટ કર્યો હતો.

વાત કરીએ નીતા અંબાણી સાથે જોવા મળેલી નાની વહુ રાધિક મર્ચન્ટના લૂકની તો રાધિકા આ એવોર્ડ ફંક્શનમાં એકદમ નઈ નવેલી દુલ્હન જેવી દેખાઈ રહી હતી. રાધિકાના આઉટફિટની વાત કરીએ તો સુંદર ડિઝાઈનર આઉટફિટ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું જેની સાથે રાધિકાએ ફૂલ સ્લીવ્ઝનો ક્રોપ ટોપ જેકેટ પહેર્યું હતું. આ જેકેટ પર પણ હેવી વર્ક કરવામાં આવ્યું હતું. મેચિંગ દુપટ્ટાને એક સાઈડમાં ટક ઈન કર્યું હતું. ગળામાં મંગળસૂત્ર, લાલ બિંદી, ઈયર રિંગ્સ અને રિંગ્સમાં રાધિકા સુંદર દેખાઈ રહી હતી. પરંતુ તેમ છતાં નીતા અંબાણીની સામે રાધિકા ચમક ઝાંખી પડી ગઈ હતી.

આ પણ વાંચો…LICએ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી ખાસ સ્કીમ, જાણો શું મળશે લાભ?

નીતા અંબાણી 60 વર્ષે પણ સુંદરતા અને ફેશનના મામલામાં બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ અને દીકરી ઈશા અંબાણીને પણ ટક્કર આપતા જોવા મળે છે. ફરી એક વખત નીતા અંબાણીએ સાબિત કરી આપ્યું છે કે ભાઈ સાસુ હંમેશા સાસુ હોય છે અને વહુ હંમેશા વહુ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button