Syrian Civil War: પ્રજા ભૂખે મરી રહી હતી અને અસદને જાહોજલાલી! જુઓ લક્ઝરી કારોનો કાફલો
નવી દિલ્હી: મધ્યપૂર્વના દેશ સીરિયામાં હાલ મોટા રાજકીય બદલાવો (Syrian Civil war) થઇ રહ્યા છે, 13 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ બાદ બળવાખોરોએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad)ના સાશનનો અંત લાવ્યો છે. જ્યારે અસદ પરિવાર સાથે દેશ છોડીને રશિયાના મોસ્કો પહોંચી ગયા છે, અસદ ઉપારાંત તેમની સરકારના ટોચના અધિકારીઓ પણ દેશ છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અસદ તેમના મહેલોમાં કિંમતી સામાન છોડી ગયા છે. બળવાખોરોએ તેમના મહેલ પર કબજો જમાવ્યો છે અને લૂંટ ચલાવવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ આવ્યો છે, જેમાં અસદના ગેરેજમાં લક્ઝરી કારનો કાફલો જોવા મળી રહ્યો છે.
અસદ કારનો શોખીન:
સીરિયાનો સરમુખત્યાર બની બેઠેલા બશર અલ-અસદ મોંઘી કારના શોખીન છે, તેમની ગેરેજમાં પાર્ક કરેલી લક્ઝરી કારનો કાફલો જોઈને તેનો અન્દાજ લગાવી શકાય છે. અસદના કાર કાફલામાં કન્વર્ટિબલ કારથી માંડીને સ્પોર્ટ્સ કાર જોવા મળી રહી છે.
એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અસદનું જ ગેરેજ છે. એક તરફ દેશની જનતા ગરીબી અને ભુખમરી સામે ઝઝૂમી રહી હતી તો બીજી તરફ અસદ જાહોજલાલી ભોગવી રહ્યા હતાં, તેનું આ ઉદાહરણ છે.
ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન:
સીરિયાની સ્થિતિ પર દુનિયાના દરેક દેશોની નજર છે, દરેક આ દરમિયાન ભારતે પણ સીરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે સીરિયામાં વર્તમાન ઘટનાક્રમ પર પર નજર રાખી રહ્યા છીએ. ભારતે સીરિયાની એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે તમામ પક્ષોએ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Also Read – Syria માં સત્તા પરિવર્તન બાદ અમેરિકા એક્શનમાં, મધ્ય સીરિયામાં કરી એર સ્ટ્રાઈક
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સીરિયન સમાજના તમામ વર્ગોની આકાંક્ષાઓને માન આપીને શાંતિપૂર્ણ નેતૃત્વવાળી રાજકીય પ્રક્રિયાની હિમાયત કરીએ છીએ અને ભારતીય સમુદાયની સુરક્ષા માટે દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ તેમના સંપર્કમાં છે.