ડિવોર્સની અફવાઓ વચ્ચે બીજું બેબી પ્લાન કરી રહ્યા છે Aishwarya-Abhishek? આપ્યો આ જવાબ…
બોલીવૂડના મોસ્ટ એડોરેબલ અને ગુડ લૂકિંગ કપલની વાત થઈ રહી હોય તો સૌથી પહેલાં નામ આવે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું.
પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કપલ તેમની વચ્ચે પડેલાં ભંગાણને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે હાલમાં જ યોજાયેલા લગ્નમાં એક સાથે પહોંચીને એક જ ફોટોમાં દેખાઈને બંનેએ ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હવે જુનિયર બચ્ચને બીજા બેબી પ્લાનિંગ વિશે વાત કરી છે. આવો જોઈએ શું કહ્યું જુનિયર બચ્ચને-વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચન હાલમાં રિતેશ દેશમુખના શો કેસ તો બનતા હૈ પર પહોંચ્યો હતો જ્યાં તેને સેકન્ડ બેબી પ્લાનિંગ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
બીજા બેબી પ્લાનિંગનો સવાલ સાંભળીને જ જુનિયર બચ્ચન શરમાઈ ગયો હતો. રિતેશે જુનિયર બચ્ચનને કહ્યું હતું કે અમિતજી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા… બધા નામ એથી શરૂ થાય છે તો પછી જયા આંટી અને શ્વેતાએ એવું તે શું કર્યું? આ સાંભળીને પહેલાં તો અભિષેક ચોંકી જાય છે પછી તેણે કહ્યું કે આ તો તમારે એમને જ પૂછવું પડશે. પણ અમારા પરિવારમાં એક પ્રથા બની ગઈ છે કદાચ. અભિષેક, આરાધ્યા…
અભિષેકનો આ જવાબ સાંભળીને રિતેશે તેને ચિડવતા પૂછ્યું કે આરાધ્યા પછી… ? જે સાંભળીને અભિષેકે જણાવ્યું કે નહીં હવે નહીં… હવે નેક્સ્ટ જનરેશન આવશે ત્યારે જોઈએ. રિતેશે કહ્યું યાર આટલી રાહ કોણ જોશે.
જે જોતા એવું લાગી રહ્યું છે કે રિતેશે અભિષેકને આડકતરી રીતે ઐશ્વર્યા સાથે સેકન્ડ બેબી પ્લાનિંગ કરવાની સલાહ આપી હતી. પરંતુ આ સાંભળીને અભિષેક બ્લશ કરવા લાગ્યો અને તેણે રિતેશને કહ્યું કે ઉંમરનો ખ્યાલ તો રાખ રિતેશ, હું તારા કરતાં મોટો છું. આ સાંભળીને રિતેશ તરત જ અભિષેકના પગે લાગવા લાગે છે જે જોતા ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે.
Also Read – Abhishek Bachchan અને Aishwarya Rai બંને જણ તો… જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો
વાત કરીએ ઐશ્વર્યા અને અભિષેકની મેરિડી લાઈફની તો બંનેએ 2007માં લગ્ન કર્યા હતા અને તેમને 13 વર્ષની દીકરી છે આરાધ્યા. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે સબ કુછ ઠીક નહીં હૈ એવી ચર્ચાં ચાલી રહી છે.