નેશનલ

Supreme Court એ ખેડૂત આંદોલન મુદ્દે દાખલ અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનના મુદ્દે દાખલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું, અમે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુનાવણી કરવા તૈયાર નથી. કોર્ટ પહેલાથી જ આ મામલે સુનાવણી કરી રહી છે. આ બાબત તેમના ધ્યાનમાં છે .આ અંગે પહેલેથી જ એક કેસ પડતર છે.

નેશનલ હાઈવે એક્ટ અને BNS હેઠળ પણ આ ગુનો

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને શંભુ બોર્ડર સહિત હાઈવે ખોલવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે એક્ટ અને BNS હેઠળ પણ આ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

કેન્દ્ર, હરિયાણા અને પંજાબ સરકારોએ સૂચના આપવી જોઇએ

આ સાથે જ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વિરોધ કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી હટાવવા માટે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપવા જોઈએ.

Also Read – Farmers Protest: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો; શંભુ બોર્ડર ખોલવાની માંગ…

ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ મોકૂફ રાખી

ઉલ્લેખનીય છે કે, પંજાબ-હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો રવિવારે ફરીથી દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસે છોડેલા ટીયર ગેસના સેલ બાદ ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ હાલ પૂરતી મોકૂફ રાખી હતી. આ અંગે શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે 101 ખેડૂતના જુથને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઘર્ષણમાં એક ખેડૂતને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે.જ્યારે 9 ખેડૂતો ઘાયલ છે.તેમજ આંદોલનની આગામી રણનીતિ પછી જણાવીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button