ઇન્ટરનેશનલસ્પોર્ટસ

Champions Trophy મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનની દખલ કરી, આ મામલે PCBના વખાણ કર્યા

ઇસ્લામાબાદ: અગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં યોજાનાર ચૅમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy 2025)માં માટે BCCI ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી, અહેવાલ મુજબ ભારતની મેચો હાઇબ્રિડ મોડલમાં યોજવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સર્વસંમતિ પર પહોંચી ગયું છે. આ મામલે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફ (Shehbaz Sharif)એ PCBના વડા મોહસિન નકવીને સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું છે કે સરકાર આ મામલે તેમની સાથે છે. શરીફે નકવીને સમર્થન આપવાની ખાતરી આપી છે.

શાહબાઝ શરીફે PCBના વખાણ કર્યા:
શાહબાઝ શરીફનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન દેશનું આત્મસન્માન જાળવી રાખવું પડશે. તેમણે નકવીને કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીનો મુદ્દો માત્ર પૈસાનો નથી, તેમાં લોકોની ભાવનાઓ પણ સામેલ છે. લોક લાગણીનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન પીસીબીના સંરક્ષક હોય છે.

શાહબાઝ શરીફે પાકિસ્તાનમાં મેચ ન રમવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવાના નકવીના વલણની પ્રશંસા કરી છે. જોકે, BCCIએ PCBની એક પણ માંગ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન નકવીનું એમ પણ કહેવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે કોઈપણ નિર્ણય સરકાર સાથે ચર્ચા કર્યા પછી જ લેવામાં આવશે.

આ દરમિયાન નકવીએ વડા પ્રધાન શાહબાઝ શરીફને ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દે જાણકારી આપી છે.

Also Read – જુઓ અપશુકનિયાળ રવિવારે ક્રિકેટમાં ભારતના ત્રણ પરાજય કેવી રીતે થયા?

ICCએ હાઇબ્રિડ મોડલ મંજુર કર્યું!
સૂત્રોના જણાવ્યા અનુસાર ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ અપનાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભારતની મેચો દુબઈમાં યોજાવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફી વિષે હાલ ICC દ્વારા સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. બેઠકો ચાલી રહી છે અને પડદા પાછળ વાતો થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button