Gujarat માં કોલ્ડ વેવ , અમદાવાદ સહિત અનેક શહેરોનું લધુત્તમ તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે અમદાવાદ સહિત અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ હાલ ગુજરાતમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મળી રહી છે. જેમાં આજે વહેલી સવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડીસામાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 4.7 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શુક્રવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને 13.2 ડિગ્રી થઈ ગયું છે. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો
રાજ્યના તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેમાં બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જોકે ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.
Also Read – ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…
માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધ્યું
બીજી તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઉત્તર ભારત બાજુથી આવતા ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતું અને મહત્તમ તાપમાન પણ 11 ડિગ્રી નોંધાયું હતું.આમ માઉન્ટ આબુમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
ગુજરાતમાં હજી પણ પડશે હાડ થીજવતી ઠંડી
રાજ્યમાં ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ હાલ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે.