સૌપ્રથમ ક્રો-થોર્પ ટ્રોફી ઇંગ્લૅન્ડે જીતી લીધી…
16 વર્ષે બ્રિટિશરો ન્યૂ ઝીલૅન્ડમાં ટેસ્ટ-શ્રેણી જીત્યા, 2-0થી ક્લીન સ્વીપ કરી
વેલિંગ્ટનઃ ઇંગ્લૅન્ડે અહીં રવિવારે યજમાન ન્યૂ ઝીલૅન્ડને બીજી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસે 323 રનથી હરાવીને 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. કિવીઓ 583 રનના લક્ષ્યાંક સામે 259 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા. ટૉમ બ્લન્ડેલની સદી (115) એળે ગઈ હતી. ઇંગ્લૅન્ડ 2008 પછી (16 વર્ષે) ન્યૂ ઝીલૅન્ડમાં ટેસ્ટ શ્રેણી જીત્યું છે.
આ સિરીઝને પહેલી વાર ક્રો-થોર્પ નામ આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડના મહાન ક્રિકેટર સદગત માર્ટિન ક્રો અને ઇંગ્લૅન્ડના સદગત ગે્રહામ થોર્પના નામ પરથી ટ્રોફીનું નામ રખાયું છે. આ ટ્રોફી બનાવવામાં ક્રો અને થોર્પ, બન્નેના બૅટના અમુક હિસ્સાનો વપરાશ કરાયો છે.
આ પણ વાંચો : ટ્રેવિસ હેડ ખોટું બોલે છે, તેણે મને ગાળ આપી હતીઃ મોહમ્મદ સિરાજ…
ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં 280 રન બનાવ્યા હતા જેના જવાબમાં કિવીઓની ટીમ માત્ર 125 રન બનાવી શકી હતી. બ્રિટિશ ટીમે બીજો દાવ 427/6ના સ્કોર પર ડિક્લેર કરીને કિવીઓને 583 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો.
ઇંગ્લૅન્ડ પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે જીત્યું હતું.
હેરી બ્રુકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.