આમચી મુંબઈમહારાષ્ટ્ર

વસઈ-વિરાર મૅરેથોનમાં વિજયી થયા આ રનર્સ…

મુંબઈઃ રવિવારની વસઈ-વિરાર મ્યૂનિસિપલ કોર્પોરેશન મૅરેથોનમાં સાતારાનો 30 વર્ષનો કાલીદાસ હિરવે જરાક માટે કોર્સ-રેકૉર્ડ ચૂકી ગયો હતો, પરંતુ તેણે પુરુષોની ફુલ મૅરેથોન જીતી લીધી હતી, જ્યારે રોહિત વર્મા તથા ખેડૂત-પુત્રી સોનિકા પરમાર અનુક્રમે પુરુષોની અને મહિલાઓની હાફ મૅરેથોનમાં વિજયી થયા હતા.

કાલીદાસ હિરવેએ 42.195 કિલોમીટરની ફુલ મૅરેથોન બે કલાક, 18 મિનિટ, 19 સેકન્ડમાં પૂરી કરી હતી જે તમામ રનર્સમાં તેનું સૌથી ઓછું ટાઇમિંગ હતું. પ્રદીપ સિંહ બીજા નંબરે આવ્યો હતો અને તે કાલીદાસથી ફક્ત પાંચ સેકન્ડ પાછળ રહી ગયો હતો. બે વાર વિજયી બની ચૂકેલો મોહિત રાઠોર (બે કલાક, 19 મિનિટ, છ સેકન્ડ) ત્રીજા સ્થાને આવ્યો હતો. કોર્સ-રેકૉર્ડ મોહિત રાઠોરના નામે છે.

આ પણ વાંચો : એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા X પર ટ્રોલ થઈ; રોહિત-કોહલી મીમર્સના ટાર્ગેટ પર, જુઓ મજેદાર મીમ્સ

કાલીદાસ હિરવેને ત્રણ લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ મળ્યું હતું.

પીટીઆઇના અહેવાલ મુજબ ટોચના ત્રણેય રનર 40 કિલોમીટર સુધી એકબીજાની આસપાસ હતા.
હાફ મૅરેથોન 21.097 કિલોમીટરની હતી અને એ પૂરી કરીને પ્રથમ આવવામાં રોહિત વર્માને એક કલાક, ત્રણ મિનિટ, 12 સેકન્ડનો સમય લાગ્યો હતો. નીતેશકુમાર રાઠવા (એક કલાક, ત્રણ મિનિટ, 13 સેકન્ડ) બીજા નંબરે અને દીપક કુંભાર (એક કલાક, ત્રણ મિનિટ, 16 સેકન્ડ) ત્રીજા નંબરે રહ્યો હતો.

મહિલાઓની હાફ મૅરેથોનમાં વિજેતા સોનિકાએ 21.097 કિલોમીટરનું અંતર પૂરું કરવામાં એક કલાક, 13 મિનિટ, 12 સેકન્ડનો સમય લીધો હતો. ભારતી (1ઃ13ઃ51) બીજા નંબરે અને સાક્ષી જદયાલ (1ઃ14ઃ21) ત્રીજા નંબરે રહી હતી.
આ મૅરેથોનને ચૅમ્પિયન રેસલર સાક્ષી મલિકે ફ્લૅગ-ઑફ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button