નેશનલ

Mahakumbh 2025: મહાકુંભની તૈયારીઓ પુરજોશમાં, 13000 ટ્રેન દોડશે, રેલવેમંત્રીએ કર્યું નિરીક્ષણ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને(Mahakumbh 2025)ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં ગંગા પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સ્ટેશન પર થયેલા રિ-ડેવલપમેન્ટના કામનો પણ હિસાબ લીધો હતો. રેલવે સ્ટેશન પર 12 નવા ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 23 કાયમી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. મહાકુંભ દરમિયાન મોબાઈલ ટિકિટિંગનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય QR કોડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેના દ્વારા ટિકિટને સીધી એપ પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો: Maha Kumbh 2025 : મહાકુંભની તડામાર તૈયારીઓ, કેન્દ્ર સરકારે યુપી સરકારને ફાળવી આટલા કરોડની ગ્રાન્ટ…

એક દિવસમાં 20 લાખ મુસાફરો રેલ મારફતે પ્રયાગરાજ પહોંચશે

મહાકુંભ દરમિયાન રેલવે સુરક્ષા માટે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે. આ સિવાય મહાકુંભ દરમિયાન 8000 વધારાના RAF જવાનોને તૈનાત કરવામાં આવશે. જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી અલગ-અલગ ભાષા બોલતા સુરક્ષાને બોલાવવામાં આવશે. મહાકુંભ દરમિયાન દેશભરના 50 શહેરોમાંથી મહાકુંભ વિશેષ ટ્રેનો પ્રયાગરાજ આવશે. મહાકુંભમાં એક દિવસમાં 20 લાખ મુસાફરો રેલ મારફતે પ્રયાગરાજ પહોંચશે. આ સમયગાળા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે 9 સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે. જે સીધા ત્રિવેણી સંગમ સાથે જોડાયેલા હશે.

સ્ટેશનોને રંગવામાં આવ્યા

પ્રયાગરાજ જંક્શન કે જે અહીંનું મુખ્ય સ્ટેશન છે તે સિવાય આઠ નાના-મોટા રેલવે સ્ટેશનો છે જેનું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનો પર નવા ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેશનોને રંગવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેશનોની આસપાસ પાર્કિંગની સુવિધા માટે પણ વિસ્તાર વધારવામાં આવ્યો છે. આ સાથે કાયમી હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે.

1313 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

મહાકુંભમાં રેલવે માટે સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા કરવાનો રહેશે. તેને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર એક દિવસમાં આવનારી 20 લાખની ભીડ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. આ માટે 1313 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આરપીએફના જવાનો રેલવે સ્ટેશનની અંદર આવતા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખશે. આ સિવાય સ્ટેશનોની આસપાસના મુખ્ય આંતરછેદો પર પણ સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ કંટ્રોલરૂમ સીધો જ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button