ભાજપનો Sonia Gandhi પર મોટો આક્ષેપ, કહ્યું જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલી સંસ્થા સાથે સંબધ
નવી દિલ્હી : અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોને લઈને ભાજપે ફરી એકવાર મોરચો ખોલ્યો છે. ભાજપે “X” પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરીને કહ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે લિંક્સ ધરાવે છે. ભાજપે કહ્યું કે આ સંગઠન ભારત વિરોધી અને અલગતાવાદનું સમર્થક છે. ભાજપે કહ્યું કે ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ તરીકે, સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે.
કાશ્મીરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા
એક્સ પર એક પછી એક અનેક પોસ્ટમાં ભાજપે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિકે કાશ્મીરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે સોનિયા અને જ્યોર્જ સોરોસનું આ જોડાણ ભારતના આંતરિક મામલામાં વિદેશી સંસ્થાઓનો પ્રભાવ દર્શાવે છે. જ્યારે બંનેનું આ જોડાણ ભારતના વિકાસને રોકવા અને અવરોધિત કરવાના તેમના સંયુક્ત ઉદ્દેશ્યને પણ દર્શાવે છે.
ભારતીય સંસ્થાઓ પર વિદેશી ભંડોળની અસર
ભાજપે વધુમાં દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરપર્સન હોવાથી તેમની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે ભાગીદારી છે. તે ભારતીય સંસ્થાઓ પર વિદેશી ભંડોળની અસર દર્શાવે છે.
આ પણ વાંચો : Najma Heptulla એ આત્મકથામાં સોનિયા ગાંધીની કાર્યશૈલી પર કર્યો આ મોટો ખુલાસો
શશિ થરૂરે જ્યોર્જ સોરોસને જૂના મિત્ર કહ્યા
ભાજપેએ એમ પણ કહ્યું કે અદાણી મુદ્દે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનું જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ OCCRP દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આનાથી તેમના મજબૂત અને ખતરનાક સંબંધો અને ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારવાના તેમના પ્રયાસો સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ જાહેરમાં જ્યોર્જ સોરોસને તેમના જૂના મિત્ર કહ્યા છે. આ પણ વિચારવા જેવી બાબત છે.
ભારતની છબીને નુકસાન
ભાજપે દાવો કર્યો હતો કે એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સના સહ-અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે.આ અગાઉ ગુરુવારે પણ ભાજપે દાવો કર્યો હતો કે અમેરિકાના “ડીપ સ્ટેટ” એ ભારતની છબીને નુકસાન પહોંચાડવા માટે OCCRP અને રાહુલ ગાંધી સાથે સાંઠગાંઠ કરી છે.