આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે વિપક્ષી સભ્યોએ શપથ લીધા…

મુંબઈ : વિપક્ષી એમવીએના મોટાભાગના નવા ચૂંટાયેલા મોટાભાગના સભ્યોએ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરના જણાવ્યા અનુસાર, હજી ૮ સભ્યોએ શપથ લેવાના બાકી છે, જેમને સોમવારે સવારે શપથ લેવડાવવામાં આવશે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ માટે મુંબઈમાં ત્રણ દિવસનું વિશેષ વધાનસભા સત્ર યોજાયું છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ૪૬ વિપક્ષી સભ્યો છે.

આ પણ વાંચો : મમતા બેનર્જી એક સક્ષમ નેતા: શરદ પવાર…

વિપક્ષી સભ્યો વિધાનસભામાં બેનર લઈને આવ્યા હતા જેના ઉપર લખ્યું હતું, ‘હું મારકડવાડીને પ્રેમ કરું છું.’ મુંબાદેવીથી ચૂંટાયેલા કોંગ્રેસના નેતા અમીન પટેલે જણાવ્યું કે શનિવારે શપથ નહીં લેવાનો નિર્ણય સભાનપણે લીધો હતો જેથી સોલાપુરના મારકડવાડીમાં બનેલી ઘટનાને અલગથી પ્રકાશમાં લાવી શકીએ. શરદ પવાર જૂથના જેતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે તેમના પક્ષના જયંત પાટીલ મારકડવાડી હોવાથી શપથ લઇ શક્યા નહોતા.

આ પણ વાંચો : રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે

પ્રોટેમ સ્પીકર કોલંબકરે કહ્યું હતું કે બધાજ સભ્યો શપથ લઇ લે, તે પછી ગૃહને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવશે. ત્યારપછી મુખ્ય પ્રધાન સ્પીકર રાહુલ નાર્વેકરને પદ સુધી દોરી જશે. સ્પીકરપદ માટે ઉમેદવારી નોંધાવનાર નાર્વેકર એકમાત્ર સભ્ય હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button