અમિતાભ બચ્ચનને ફરી આવ્યો ગુસ્સો, ટ્વીટર પર પૉસ્ટ કરી કહ્યું કે
અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર જે પણ કંઈ પોસ્ટ કરે તેને તેમના પારિવારિક જીવન સાથે જોડી દેવામાં આવે છે. બચ્ચનના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન અને અભિનેત્રી પુત્રવધુ ઐશ્વર્યા રાય વચ્ચેના 17 વર્ષના લગ્નજીવનમાં ભંગાણના અહેવાલોએ એટલી તો માઝ મૂકી છે કે હવે ખુદ બચ્ચન કંટાળી ગયા છે, આથી બધો જ ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવે છે. અગાઉ પણ તેમણે આવી જ એક પોસ્ટ કરી હતી ત્યારે હવે ફરીથી તેમણે અમુક લોકોને ઝાટક્યા છે અને તેમની ઝાટકણી કહી દે છે કે આ ઐશ્વર્યા અને અભિના અહેવાલો લખનારા માટે હોઈ શકે.
Amitabh Bachhanએ પૉસ્ટ લખી છે કે અમુક મૂર્ખાઓ અને ઓછા મગજવાળા લોકોની દુનિયામાં કોઈ કમી નથી.
તે પોતાની વ્યક્તિગત, વિચાર વિનાની, કમઅકક્લવાળી નબળાઈઓને છુપાવવા પોતાની નકલી પ્રોડક્ટ્સ બનાવે છે અને તેને છુપાવે છે. આમ લખ્યા બાદ તેમણે પ્યાર એમ પણ લખ્યું છે.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…
ખબર નથી બચ્ચન કોને આમ કહે છે, પરંતુ આજકાલ તે લોકોને ભાંડવામાં પડ્યા હોય તેમ લાગે છે. બીજી બાજુ થોડા સમયથી અભિ-એશના સંબંધો વિશે પોઝિટીવ રિપોર્ટ્સ આવી રહ્યા છે. દીકરી આરાધ્યાના બર્થ ડે પર બન્ને સાથે જોવા મળ્યા હતા ત્યારે તાજેતરમાં એક વેડિંગ રિસેપ્શનમાં અભિ-એશના સાથેના ફોટા વાયરલ થયા હતા, જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા.