રૂહબાબા હવે તમારા મોબાઈલમાં બતાવશે ચમત્કારઃ ઓટીટી રિલિઝની જાહેરાત…
કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તી ડીમરીને ચમકાવતી ભુલભુલૈયા ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ચૂકી છે. અનીસ બઝ્મીની હૉરર-કૉમેડીની આ ત્રીજી સિઝન પણ લોકોને ગમી છે. કાર્તિકની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે.
દિવાળીના તહેવારોમાં રિલિઝ થયેલી આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોઈ શકાશે. નિર્માતાઓ વિવિધ ઓટીટી પ્લેટફોર્મ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હવે નેટફ્લિકસ પર દર્શાવવાની જાહેરાત કરી છે. 27 ડિસેમ્બરે આ ફિલ્મ ઓટીટી પર દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો : Box Office: ‘પુષ્પા 2’ એ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ વાઈડ આટલા કરોડનું કલેક્શન કર્યું
ભુલભુલૈયા-3 અજય દેવગનની સિંઘમ અગેઈન સાથે રિલિઝ થઈ હતી, પરંતુ તે મલ્ટિસ્ટારરને પછાડી ભુલભુલૈયા આગળ નીકળી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે 37 દિવસમાં ડોમેસ્ટિક માર્કેટમાં રૂ. 259 કરોડ અને વર્લ્ડવાઈડ રૂ. 389 કરોડની કમાણી કરી છે. ફિલ્મ હજુ થિયેટરોમાં ચાલી રહી છે. જોકે પુષ્પા-2એ મચાવેલા તોફાન બાદ ફિલ્મ હવે લાંબો સમય થિયેટરમાં રહેશે નહીં ત્યારે નિર્માતાઓએ હવે તે તમારા મોબાઈલ કે ટીવી સ્ક્રીન પર જ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી દીધી છે.