ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીમાંથી મધદરિયે એક વ્યક્તિ દરિયામાં ખાબક્યો અને પછી….
ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ સર્વિસમાં મધદરિયે 1 વ્યક્તિ ખાબક્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને ડૂબી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે, જો કે રેસ્ક્યૂ ટીમ દ્વારા તેનો બચાવ કરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દરિયામાં ફસાઈ ઘોઘા-હજીરા ફેરી સર્વિસઃ યાત્રાળુઓના જીવ અદ્ધર
અધવચ્ચે કર્યું રેસ્ક્યૂ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ સર્વિસમાં અચાનક એક યુવક દરિયામાં પડ્યો હતો. જો કે આ દરમિયાન રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમે સમયસર યુવકનું રેકસ્યું કરીને બચાવી લીધો હતો. આ ઘટના ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જઈ રહી હતી એ સમયે બની હતી.
સુરક્ષા સામે સવાલો
અચાનક યુવક દરિયામાં પડતાં જહાજને દરિયામાં અધવચ્ચે જ રોકવી પડી હતી. જો કે આ ઘટનાને લઈને ફેરી સર્વિસ પર ઘણા પ્રશ્નો પણ ઊભા કર્યા છે. આ ઘટના અંગે તપાસ કરવામાં આવે તેમજ હવે આગળના સમયમાં સુરક્ષા અને આવી દૂર્ઘટના અટાકવવા માટેના જરૂરી પગલાઓ અંગે વિચાર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: ઘોઘા-પીપાવાવ-મુંબઈ જળમાર્ગ ફેરી સર્વિસ:એક નવી સુવિધા
ઘોઘા-હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ સર્વિસ સૌરાષ્ટ્રના ઘોઘાને દક્ષિણ ગુજરાતના હજીરા વચ્ચે ચાલે છે. જેમાં એક ટ્રીપમાં 50 મેટ્રીક ટન વજન સહિતના 30 ટ્રક, 100 કાર, 34 શિપ ક્રૂ અને 500 પેસેન્જરનું પરિવહન કરી શકવા સક્ષમ છે. આ ઉપરાંત બે ફૂડ કોર્ટ, 14 વ્યક્તિની કેપેસીટીવાળો કેમ્બે લોન્જ, બિઝનેસ ક્લાસમાં 78, એક્ઝીક્યુટીવમાં 316 અને ઈકોનોમીમાં 92 વ્યક્તિ તેજમ સુરક્ષા માટે 22 લાઈફ રાફ્ટ, મુસાફરોને 52 મિનિટમાં બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા બે મરિન ઈવેક્યુએશન ડિવાઈસ, એક ફાસ્ટ રેસ્ક્યુ પણ સામેલ રહેશે.