નવા મંત્રીમંડળમાં શિવસેના શિંદે જૂથના કેટલા મંત્રીઓ?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષઅટ બહુમતિ મળી છે અને તેઓ હવે સરકાર બનાવવાની વેતરણમાં છે. મહાયુતિના મુખ્ય ઘટક પક્ષ ભાજપ, શિંદેસેના અને એનસીપી અજિત પવાર જૂથ છે. તેમણે સાથએ મળીને કુલ 232 સીટ જીતી લીધી છએ. મહાવિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો છે. તેો માંડ પચાસ બેઠક જીતી શક્યા છે. ગુરુવારે મુંબઇના આઝાદ મેદાન ખાતે નવા મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે જ્યારે અજિત પવાર અને એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
મુખ્ય પ્રધાન પદના શપથગ્રહણ બાદ હવે તમામનું ધ્યાન મંત્રીમંડળના વિસ્તરણ પર કેન્દ્રિત થયું છે. દરેક પક્ષોના વિધાન સભ્યો મંત્રી પદ મેળવવા ઉત્સુક છે, તેથી હવે કયું મંત્રીપદ કોને મળશે એ અંગે ઉત્સુકતા જાગી છે. આ ઉપરાંત શિંદે સેના અને અજિત પવારની એનસીપીને કેટલા ખાતા મળશે એ અંગે પણ ઉત્સુક્તા છે.
આ પણ વાંચો: એમવીએના નેતાઓ મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા, વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ માગ્યું…
આ અંગે શિવસેના શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે શિંદે સેનાની પહેલી જ બેઠકમાં બધા વિધાનસભ્યોએ કેબિનેટમાં કોને લેવા એ નક્કી કરવાની સત્તા એકનાથ શિંદેને આપી દીધી છે. તેઓ જે નિર્ણય લેશે તે બધાને જ માન્ય રહેશે. મંત્રીઓની શપથવિધિ 12મીએ થશે.
વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે 131, શિંદેસેનાએ 57 અને એનસીપી અજિત પવાર જૂથે 42 સીટ જીતી છે. ત્રણે પક્ષના વિધાન સભ્યો મંત્રી પદ મેળવવા ઉત્સુક છે, પણ આ તાજ કોના શિરે સજશે અને કોને કયું ખાતું મળશે એ ટૂંક સમયમાં નક્કી થઇ જશે.