મનોરંજન

સ્ટાઈલ અને સુંદરતાના મામલામાં Nita Ambaniને પણ ટક્કર આપે છે તેમની નજીકના આ સંબંધી…

અંબાણી પરિવાર (Ambani Family)ના સૌથી સ્ટાઈલિશ સદસ્યની વાત થઈ રહી હોય તો એમાં નીતા અંબાણી (Nita Ambani)નું નામ સૌથી પહેલાં આવે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાના સ્ટાઈલિશ અંદાજ અને સુંદરતાથી લાઈમલાઈટ ચોરી લે છે. અનેક વખત તો તેઓ પોતાની સ્ટાઈલથી વહુ-દીકરી પર ભારે પડે છે, પરંતુ વાત કરીએ નીતા અંબાણીના મોટા વેવાણ મોના મહેતા (શ્લોકા મહેતાની મમ્મી)ની તો તેઓ નીતા અંબાણીને ફેશનના મામલામાં કડક ટક્કર આપે છે. જોકે, એ વાત અલગ છે કે મોના મહેતા કેમેરા અને લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, પણ જ્યારે પણ તેઓ કેમેરા સામે આવે છે ત્યારે તેઓ લાઈમલાઈટ ચોરી જ લે છે.

આ પણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

શ્લોકા મહેતાની જ્વેલરી ડિઝાઈનર મમ્મી મોના મહેતા ક્યારેક સાડી તો ક્યારેય લહેંગો પહેરીને પહોંચે છે અને તેઓ પોતાના અંદાજથી લાઈમલાઈટ ચોરી લે છે. મોના મહેતા ગઈકાલે એટલે કે સાતમી સપ્ટેમ્બરના પોતાના જન્મદિવસ ઉજવ્યો હતો અને તેઓ દરેક અંદાજમાં તેઓ પોતાના વેવાણ નીતા અંબાણીને એકદમ તગડી ટક્કર આપે છે.

મોના મહેતા વેવાણ નીતા અંબાણીની જેમ સતત લાઈમલાઈટમાં રહેવાનું પસંદ નથી કરતાં અને આ જ કારણે જ્યારે પણ તેમની એક ઝલક જોવા મળે કે નેટિઝન્સ એકદમ ઈમ્પ્રેસ અને એકદમ ગાંડા ઘેલા થઈ જાય છે. મમ્મી મોના મહેતાની જેમ જ શ્લોકા પણ એકદમ સિમ્પલિસિટીમાં વિશ્વાસ રાખે છે. શ્લોકા પણ ફેશન અને સુંદરતાના મામલામાં મમ્મી મોના અને સાસુ નીતા અંબાણીની જેમ જ એકદમ કાંટે કી ટક્કર આપે છે.

આ પણ વાંચો: I bet, નીતા અંબાણીને આ ભૂમિકામાં તમે ક્યારેય નહીં જોયા હોય!

વાત કરીએ મોના મહેતાના લૂકની તો ગોલ્ડન આઈવરી લહેંગો હોય કે સિલ્કની સાડી હોય કે મહારાષ્ટ્રની પૈઠણી સાડીની વાત હોય દરેકમાં મોના મહેતા બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. આ સિવાય રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં પણ મોના મહેતાનો મલ્ટી કલર લહેંગો એકદમ સુંદર લાગી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button