શું છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ , કેન્દ્ર સરકારની આ પહેલને વખાણી રહ્યા છે વિદેશીઓ
નવી દિલ્હીઃ ભારત સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ – ‘MyGovIndia, પર અનેક વિદેશીઓએ ભારત સરકારની વન નેશન વન સબસ્ક્રિપ્શન ‘ પહેલ પર પોતાના પોઝિટિવ મંતવ્યો પોસ્ટ કર્યા છે અને સરકારની આ પહેલ માટે ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારત સરકાર 13,000 શૈક્ષણિક જર્નલ્સનું સબ્સ્ક્રિપ્શન ખરીદી રહી છે, અને પછી તે “18 મિલિયન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો” માટે મફતમાં ઉપલબ્ધ કરાવે છે.
આ પણ વાંચો: 2036 Olympicsની યજમાની માટે ભારત સરકારે સત્તાવાર દાવો રજુ કર્યો, આ દેશો પણ હરીફ
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ (ONOS)યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારની આ યોજનાનો હેતુ ભારતભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે શૈક્ષણિક જર્નલ્સની ઍક્સેસ વધારવાનો છે. હવે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શોધકર્તા વિવિધ પ્રકારના જર્નલ્સ અને રીસર્ચ આર્ટિકલ સરળતાથી મેળવી શકશે. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં (2025-2027) કુલ 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપતાં જણાવ્યું હતું કે ભારતના યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષાની પહોંચ વધારવા આ એક મહત્વપૂર્ણ પગલું હશે. વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં કુલ 30 મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિશર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકાશકો દ્વારા પ્રકાશિત લગભગ 13,000 ઈ-જર્નલ્સની એક્સેસ હવે 6,300 થી વધુ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓને મફતમાં મળશે.
આ પણ વાંચો: Netflix-Prime Videoને ટક્કર આપવા ભારત સરકાર સજ્જ, લોન્ચ કરી ‘Waves’
આ યોજનાની જાહેરાત બાદ લોકોમાં ખુશીનો માહોલ છે. અનેક લોકો સરકારની પ્રશંસા કરી રહ્યા છે. “હું મોદી અને તેમની કેબિનેટની ખૂબ પ્રશંસા કરું છું. એ ઘણી દુઃખની વાત છે કે ઘણા લોકો તેમણે અને તેમના વહીવટીતંત્રે દેશ માટે કરેલા અવિશ્વસનીય કાર્યને જોવામાં નિષ્ફળ જાય છે. તેઓ એક રાષ્ટ્ર અને તેના નેતાઓએ 1.5 અબજ લોકોનું સંચાલન કરવા માટે કેવી રીતે કાર્ય કરવું જોઈએ તેનું મુખ્ય ઉદાહરણ છે. અગાઉની સરકારો દ્વારા સર્જાયેલા ભ્રષ્ટાચાર અને ગડબડ છતાં દેશને વિકાસ અને પ્રગતિના પથે લઇ જનારા મોદી ખરેખર એક અસાધારણ નેતા છે, એમ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું.