સ્પેશિયલ ફિચર્સ

વેડિંગ ડેઝર્ટ સરપ્રાઈઝ, મિરચી કા હલવા

દિવાળી જાય અને થોડા સમયમાં જ દેશભરમાં લગ્નસરાની સિઝન શરૂ થઇ જાય અને પછી તો પ્રિ વેડિંગ ફોટો શૂટ, હલદી, મહેંદી, પજામા પાર્ટી,સ્ટેગ પાર્ટી વગેરેનો દોર શરૂ થઇ જાય. જોકે, લગ્ન પ્રસંગ હોય અને ખાણીપીણીના જલસા ના હોય એવું તો બને જ નહીં. દરેક ભારતીય મેરેજમાં જાતજાતની અને ભાતભાતની વાનગીઓ પીરસાતી હોય છે. લોકો માટે તો લગ્નમાં છપ્પન ભોગ જ પીરસવામાં આવે છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય. લગ્નમાં ઘણી વાર તદ્દન નવી કે જવલ્લે જ જોવા મળતી વાનગી પીરસવામાં આવતી હોય છે.

તાજેતરમાં એક લગ્નમાં આવી જ તદ્દન નોખી વાનગી પીરસવામાં આવી હતી, જેના લોકો દિવાના થઇ ગયા હતા. આ વાનગી હતી- મિરચી કા હલવા. આશ્ચર્ય થયું ને! પણ આ હકીકત છે. મરચાના હલવાએ મહેમાનો અને દર્શકોને તેના અનન્ય સ્વાદથી આશ્ચર્યચકિત કર્યા છે.. સામાન્ય રીતે મરચા એટલે તીખા તમતમતા હોય અને હલવો એટલે સ્વીટ ડીશ હોય. હવે તીખા તીખા મરચાનો હલવો કેવી રીતે બનાવી શકાય એ લોકોની સમજની બહાર છે, પણ આપણા દેશમાં તો આવા અનેક ફ્યુઝન ફૂડની ભરમાર છે.


તાજા મરચાં અને ખાદ્ય ચાંદીના વરખ લગાવવામાં આવેલી આ વાનગી – મિરચી કા હલવા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. લગ્નમાં આવેલ એક વ્યક્તિએ મરચાના હલવાનો વીડિયો લઇને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો અને જોતજોતામાં તો એને લાખો વ્યુઝ મળી ગયા હતા. લોકોને આ ડીશ ઘણી જ પસંદ આવી હતી.

આ પણ વાંચો : મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…

View this post on Instagram

A post shared by Bala Malik (@bala.dagar__malik.7127)

આ વીડિયોને લાખો વ્યુઝ મળ્યા છે. લોકો આ વીડિયો પર અવનવી કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણાએ સ્વીકાર્યું છે કે તેઓએ આવી વાનગી વિશે પહેલીવાર સાંભળ્યું હતું અને ચાખી હતી. ડેઝર્ટ ફોર્મેટમાં મરચાંના ઉપયોગે દર્શકોનેતેના સ્વાદ અને અનુભવ વિશે આશ્ચર્યમાં મૂકી દીધા છે.

તમે ક્યારેય મિરચી કા હલવાની ફ્યુઝન સ્વીટડીશ ટ્રાય કરી છે? મોકો મળે તો એકવાર જરૂરથી કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button