કંઇક આવા અંદાજમાં સની દેઓલે આપી પિતાને જન્મ દિવસની શુભકામના
હિન્દી સિનેમામાં લાંબો સમય વિતાવનાર સુપરસ્ટાર અને હિમેન ધર્મેન્દ્ર આજે એટલે કે 8મી ડિસેમ્બરે પોતાનો 89મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ઉંમરે પણ તેઓ ખૂબ જ એક્ટિવ છે અને તેમના લોનાવલા સ્થિત ફાર્મ હાઉસમાં આરામથી સમય પસાર કરી રહ્યા છે. તેમની બર્થ ડેના પ્રસંગે સની દેઓલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા પિતાને શુભેચ્છા પાઠવી છે. સની દેઓલે કેટલીક તસવીરો સાથે પિતા ધર્મેન્દ્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અને લખ્યું છે કે, Happy Birthday Papa, I love you the most!
સનીની આ પોસ્ટ બાદ ચાહકો પણ ધર્મેન્દ્રને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 89 વર્ષીય ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ છે. તેઓ રોજ તેમના ચાહકો સાથે તેમની દિનચર્યા શેર કરતા રહેતા હોય છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના સાહનેવાલમાં થયો હતો. અહીંથી તેમની તકદીર તેમને મુંબઇ લઇ ગઇ અને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા.
ધર્મેન્દ્રને જ્યારે તેમના ફેવરિટ અભિનેતા વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ દિલીપકુમારનું નામ લેતા હોય છે અને જણાવે છે કે દિલીપ કુમાર જેવું કોઈ નહોતું અને ક્યારેય નહીં હોય. આજે તેઓ જે કંઈ પણ છે તે તેમના કારણે જ છે. દિલીપ કુમારને અભિનય કરતા જોયા પછી જ તેમણે અભિનયમાં આવવાનું મન બનાવી લીધું હતું. ધર્મેન્દ્રના 89મા બર્થડે પર સની ઉપરાંત દીકરો બોબી દેઓલ, દીકરી ઇશા અને આહના ઉપરાંત તેમની બીજી પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ પણ શુભેચ્છા પાઠવી હતી.