નેશનલ

ઝારખંડના ગઢવાથી મજૂરો ભરીને ગુજરાત આવતી ઑટો રીક્ષા પલટી, એકનું મોત

રાંચીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના મઝિઆંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઑટો રિક્ષા (auto) બેકાબુ થઈને પલટી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત (one dead) થયું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (post morturm) અર્થે મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ ઉમેશ રજવાર તરીકે થઈ હતી.

તમામ શ્રમિકો રોજીરોટી માટે ગુજરાત જતા હતા. ઘટનાની માહિતી મળતાં જ સદર હોસ્પિટલોમાં ગ્રામીણોની ભીડ ઉમટી પડી હતી. ગ્રામીણ હમીદ ખાને જણાવ્યું કે, તમામ મજૂર હતા અને રોજગારીની શોધમાં ગુજરાત જઈ રહ્યા હતા. મૃતકના પિતાએ કહ્યું, મારો પુત્ર કમાવા માટે બહાર ગામ જઈ રહ્યો હતો અને રસ્તામાં ઑટો પલટી જતાં તેનું મોત થયું હતું. આ ઑટોમાં કુલ 12 શ્રમિક સવાર હતા. જેમાંથી કેટલાંક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

એક યુવકે જણાવ્યું, અહીંયા સરકારી કામ મળી રહ્યું નથી. મનરેગા યોજનાનો લાભ ન મળવા બરાબર છે. જેના કારણે શ્રમિકો રોજગારી માટે બહાર જવા મજબૂર બન્યા છે. તમામ શ્રમિકો રોજીરોટી માટે ગુજરાત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

રાજસ્થાનના પાલીમાં પણ અકસ્માત

રાજસ્થાનના પાલીમાં પણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. પાલી વિસ્તારમાં એક સ્કૂલ બસ અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતાં વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી હતી. સ્થાનિક લોકોએ સ્થળ પર પહોંચીને બસમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વિદ્યાર્થીઓ પિકનિક પર જતાં હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં હતા.

Also Read – Accident: ગાંધીનગરમાં ટ્રકની પાછળ ઘૂસી ગઈ કાર, પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા મૃતદેહ

ગુજરાતના ગાંધીનગરમાં ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ

ગાંધીનગરના નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ટ્રકની પાછળ બ્રેઝા કાર ઘૂસી જતાં બે યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા કારનાં આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ગાંધીનગર ફાયર બ્રિગેડને કારનો દરવાજો અને બોડી રેસ્કયૂ સાધનો વડે કાપીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button