આપણું ગુજરાત

Jobs: ગુજરાત એસટી નિગમમાં નીકળી બંપર ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

અમદાવાદઃ ગુજરાતમાં નોકરીવાંછુઓ (job seekers) માટે સારા સમાચાર છે. ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. નિગમ દ્વારા ખાલી પડેલી 1658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવશે. આ ભરતી કરાર (contract base recruitment) આધારિત 5 વર્ષ માટે કરવામાં આવશે. પસંદગી બાદ ઉમેદવારનો દર મહિને 21,100 ફિક્સ પગાર ચૂકવાશે. ઉમેદવારો 5 જાન્યુઆરી, 2025 સુધી ઑજસ વેબસાઈટ પરથી ઑનલાઈન અરજી કરી શકાશે.


Also read: દિવાળી પર GSRTC દોડાવશે 8300થી વધુ બસ, બુકિંગમાં આવ્યો 18 ટકાનો ઉછાળો


ઉમેદવારો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. હેલ્પરની કુલ 1658 જગ્યામાંથી બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ-જનજાતિ તેમજ માજી સૈનિક અને દિવ્યાંગો માટે નિયમ મુજબ જગ્યા ફાળવવામાં આવી છે.


Also read: harsh sanghavi GSRTC 301 st bus launch gmdc ground amdavad ahmedabad udghatan gujarati


અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતની માહિતી આપવી પડશે. અરજીમાં ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button